- પીએમ મોદી પર લાલુ યાદવની ટિપ્પણીને લઇને બીજેપી લાલઘૂમ
- સુધાંશુ ત્રિવેદીએ લાલુ પ્રસાદ યાદવની ઝાટકણી કાઢી
- કહ્યું પીએમ મોદી માટે આખો દેશ તેમનો પરિવાર છે
લોકસભાની ચૂંટણીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. જાહેર સભાઓમાં ખુલ્લેઆમ નિવેદબાજી થઇ રહી છે. ત્યારે પટનામાં લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ લાલુ પ્રસાદ યાદવની ઝાટકણી કાઢી હતી.
દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે- સુધાંશુ ત્રિવેદી
તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે ગઈકાલે પટનામાં એક રેલીમાં, લાલુ પ્રસાદે પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મોદીજીના પરિવાર વિશેની તેમની ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક હતી. હું બધાને યાદ અપાવવા માંગુ છું કે પીએમ મોદી માટે આખો દેશ તેમનો પરિવાર છે.નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઉજવે છે. તેઓ તેમનો પરિવાર છે. જ્યારે તેમણે પોતાના દેશને સમર્પિત કરવા માટે પોતાનો પરિવાર છોડી દીધો, તે જ ક્ષણે તેમણે પ્રતિજ્ઞા લીધી કે આખું રાષ્ટ્ર તેમનો પરિવાર છે. સાથે જ સુધાંશુ ત્રિવેદીએ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પોતાના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી.
I.N.D.I.A ગઠબંધન માટે કોઈ હિન્દુ નથી- સુધાંશુ ત્રિવેદી
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે પીએમ મોદી હિન્દુ નથી. I.N.D.I.A ગઠબંધન માટે કોઈ હિન્દુ નથી. તેમના માટે હિંદુઓ પછાત, દલિત, ઉચ્ચ જાતિ, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, કન્નડ, તમિલ, તેલુગુ, મરાઠી, પંજાબી, બંગાળી અને હિન્દી પણ છે પરંતુ હિંદુ નથી. કારણ કે તેઓ ભારતને ટુકડામાં જોવા માંગે છે. એક પરિવારે રાજકારણમાં આવવા માટે દેશના ભાગલા પાડ્યા અને આજે તેઓ એવા લોકો સાથે ઉભા છે જેઓ ભારતના ભાગલા પાડવા માંગે છે.









