- એશિઝ સિરીઝ 2023ની બીજી ટેસ્ટ લોર્ડ્સમાં રમાઈ રહી છે
- મિચેલ સ્ટાર્કે બેન ડકેટને કેચ આઉટ કરતા વિવાદ સર્જાયો
- થર્ડ અમ્પાયરે ડકેટને નોટઆઉટ જાહેર કર્યા હતા
એશિઝ સિરીઝ 2023ની બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે બીજા દાવમાં 114 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 257 રનની જરૂર છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્કે બેન ડકેટનો કેચ પકડ્યો હતો. જોકે, ડકેટને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા. હવે મેરીલેબોન ક્રિકેટ ક્લબે જવાબ આપ્યો કે શા માટે સ્ટાર્કનો કેચ માન્ય ન હતો.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ડકેટ ઓપનિંગ કરવા ઉતર્યા હતા. તેણે ચોથા દિવસની રમતના અંત સુધીમાં અણનમ 50 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીનની એક ઓવરમાં ડકેટે શોટ રમ્યા હતા, સ્ટાર્કે બોલ કેચ કર્યો હતો. પરંતુ તે નીચે પડી ગયા અને બોલ જમીનને સ્પર્શી ગયો. આ કેચની સમીક્ષા કરવામાં આવી છે. થર્ડ અમ્પાયરે ડકેટને નોટઆઉટ જાહેર કર્યા હતા. મેરીલેબોન ક્રિકેટ ક્લબે આ અંગે પ્રતિક્રિયા આપી છે.










