• વિદેશપ્રધાને હસ્તક્ષેપ બદલ પશ્ચિમી મીડિયાનો ઉધડો લીધો

  • આટલી ગરમીમાં અમારું સૌથી ઓછું મતદાન પણ તમારા સર્વાધિક મતદાનથી વધુ
  • ભારતમાં લોકસભા ચૂંટણીમાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે

ભારતમાં લોકસભા ચૂંટણીમાં 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણી કવર કરવા વિદેશી મીડિયાના પત્રકારો પણ ભારત આવ્યા છે. સંપૂર્ણપણે ગ્લોબલ થઈ ચૂકેલી આ ચૂંટણીના કવરેજ મુદ્દે વિદેશપ્રધાન એસ. જયશંકરે પશ્ચિમી મીડિયાની ભૂમિકા પર સાહસિક ટિપ્પણી કરી છે અને ભારતીય લોકશાહીમાં હસ્તક્ષેપ બદલ

પશ્ચિમી મીડિયાનો ઉધડો લીધો છે. જયશંકરે કહ્યું કે પશ્ચિમી મીડિયા ચૂંટણીમાં પોલિટિકલ પ્લેયર માને છે. મને પશ્ચિમી મીડિયા તરફથી ઘણી વાતો સાંભળવા મળે છે. તેઓ આપણી લોકશાહીની ટીકા એટલા માટે નથી કરતા કે તેમની પાસે માહિતીનો અભાવ છે. તેઓ આવું એટલે કરે છે કે તેમને લાગે છે કે તેઓ આપણી ચૂંટણીમાં પોલિટિકલ પ્લેયર છે. એક લેખનો ઉલ્લેખ કર્યો, જેનો સાર એ હતો કે ભારતમાં આટલી ગરમીમાં ચૂંટણી કેમ થઈ રહી છે? મેં તે લેખ વાંચ્યો. હું તેમને કહેવા માગું છું કે આટલી ગરમીમાં અમારું મતદાન તમારા સર્વાધિક મતદાનથી વધારે છે.

વિદેશપ્રધાને એ દિવસ યાદ કરીને પણ વિદેશી મીડિયાની ઝાટકણી કાઢી કે જ્યારે ભારતને જી20નું અધ્યક્ષપદ મળ્યું હતું તેમણે કહ્યું કે તે સમયે લોકોને એવું લાગ્યું હતું કે ભારતમાં આ વિરાટ સંમેલન યોજાય તે યોગ્ય નથી. સંમેલનના આયોજનથી માંડીને તેને મેનેજ કરવા સહિત દરેક બાબતે પશ્ચિમી મીડિયાએ ભારતને શંકાની નજરે જોયું પણ ભારતમાં જી20 શિખર સંમેલન યોજાયું તો પહેલા દિવસે જ વિશ્વનો આપણા માટેનો અભિપ્રાય બદલાઈ ગયો.


  • Follow us on: