- મમતા ઘૂસણખોરીઓનું સ્વાગત કરે છે : અમિત શાહ
- અમિત શાહે કહ્યું મમતા દીદી શરમ કરો
- મમતા સરકારમાં મહિલાઓ પર અત્યાચાર : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિહારમાં લોકસભા ચૂંટણીને લઈ જંગી રેલીને સંબોધન કર્યું હતું. બિહારમાં આવેલા ગુરુારુમાં આવેલી સર્વોદય વિદ્યા મંદિર હાઈસ્કૂલ મેદાનમાં જનસભા કરી હતી. રેલીમાં અમિત શાહે મમતા બેનર્જી અને વિપક્ષને નિશાને લીધા હતા. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ અમિત શાહનો આ પ્રથમ બિહાર પ્રવાસ છે. જો કે પીએમ મોદી આ અગાઉ જમુઈ અને નવાડામાં રેલીઓ કરી ચુક્યા છે. અમિત શાહે મમતા બેનર્જી પર આક્ષેપ મુકતા કહ્યું કે મમતા સરકારમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. છતાં મમતા કંઈ કરી નથી રહ્યા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રેલી સંબોધન દરમિયાન કહ્યું કે એનઆઈએ વિસ્ફોટના આરોપીઓ સામે આકરાં પગલાં લેશે. આરોપીઓને ઊંધા લટકાવીને સત્ય બહાર લાવશે.
મમતા બેનર્જી ઉપરાંત ગઠબંધન ઈન્ડિયા પર પણ અમિત શાહે શાબ્દિક પ્રહારો કર્યા હતા. અમિત શાહે બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી માટે વોટ માંગ્યા હતા આ ઉપરાંત ત્રણ વખત રહેલા સાંસદ સુશીલ કુમાર માટે સમર્થન માટે પણ અપીલ કરી હતી.









