- રાજસ્થાનમાં ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો
- ભાજપ-કોંગ્રેસ એકબીજા સામે કરી રહ્યા છે આક્ષેપો
- હવે ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસને લીધી આડેહાથ
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી જ છે. રાજકીય પાર્ટીઓ જાતિ જનગણના હોય કે પછી શિક્ષણ, દરેક મુદ્દે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજસ્થાન સરકારને મહિલાઓ, વિદ્યાર્થીઓ તથા યુવાઓને લગતા નિર્ણયો અને મુદ્દાને લઇને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસને લીધી આડેહાથ
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહિલાઓને સૌથી વધુ પરેશાન કરવામાં આવી છે અને તેમાં પ્રભાવશાળી લોકોનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્ય સરકારની પરીક્ષાના 19 વાર પેપર લેવાઇ ચૂક્યા અને પેપર પણ ફૂટ્યા છે. આવી ઘટનાઓ યુવાઓને દિશાહીન કરે છે. રાજસ્થાનમાં ખેડૂતોની સ્થિતિ ખરાબ હોવાનું પણ જણાવ્યુ હતું.
સીએમ ગેહલોત દર વખતે જાહેરાતો કરે છે - રાજ્યવર્ધન રાઠોડ
તો આ તરફ રાજ્યવર્ધન રાઠોડે પણ સીએમ ગેહલોત સરકારને જાતિ જનગણના મુદ્દે આડેહાથ લીધી હતી. રાજસ્થાનમાં જાતિ ગણતરીની જાહેરાત પર ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજસ્થાનના વિકાસ અંગે લોકોને ભ્રમિત કરવાની મુખ્યમંત્રી અશોક ગેહલોતની નીતિ છે. દર વખતે તેઓ જાહેરાત કરે છે અને મોટા પોસ્ટર લગાવે છે. કોંગ્રેસ દ્વારા 2011માં સમગ્ર દેશમાં કરવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડા હજુ સુધી કેમ જાહેર કરવામાં આવ્યા નથી? તેમની સરકારમાં માત્ર 2 દિવસ બાકી છે ત્યારે તમે નવી વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છો. શું તમે તમામ સરકારી અધિકારીઓને ચૂંટણીમાંથી હટાવીને વસ્તી ગણતરીમાં મૂકશો? બિહારની વસ્તી ગણતરીના એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકોને તેમની જાતિ વિશે પણ પૂછવામાં આવ્યું ન હતું. ત્યાં છેતરપિંડી થઈ છે.









