લીમખેડા : આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આ દિવસનો હેતુ યોગના આરોગ્યલાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ પ્રસંગે લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સંસ્થા મંત્રી ભરતભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ યોગાભ્યાસ કરાયા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સ્વસ્થ ભારત તરફ્ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.

વાંચો 21 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે









