ભારતની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાની આશંકાએ ધરપકડ કરવામાં આવી છે. યુટયુબરની ધરપકડ કરાયા બાદ આ મામલે વધુ માહિતી મળે અને આખરે કેટલી ઉંડે સુધી આ પ્રકરણ ફેલાયેલું છે તેની તપાસ કરવા પોલીસે જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ માટે રિમાન્ડ માંગ્યા હતા જેને કોર્ટે મંજૂર પણ કર્યા છે. જેના બાદ જ્યોતિ મલ્હોત્રાના જપ્ત કરવામાં આવેલ લેપટોપ અને મોબાઈલને ડિકોડ કરી વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. દરમિયાન આ ઇલેકટ્રોનિક સાધનોની તપાસ કરતા જયોતિ મલ્હોત્રાનું બિહાર કનેકશન ખૂલ્યું. જેના બાદ બિહારમાં મંદિર તેમજ અન્ય કેટલાક સ્થાનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
બિહાર મુલાકાતના વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા
જયોતિ મલ્હોત્રાના વીડિયો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એજન્સીઓને મહત્વની માહિતી મળી. તપાસમાં કેટલીક બાબતો વધુ સંદિગ્ધ લાગતા તેની વધુ ડિટેઈલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યોતિ એવા સ્થાનોની મુલાકાત લીધી છે જે ભારતમાં લોકપ્રિય હોવા સાથે વધુ મહત્વના પણ છે. યુટયુબરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જ્યોતિનું બિહાર કનેકશન ખૂલ્યું જેમાં જાણવા મળ્યું કે તે 2023માં જુલાઈ મહિનામાં ભાગલપુર અને સુલતાનગંજ ગઈ હતી. જ્યાં તેણે ભાગલપુર રેલ્વેસ્ટેશન અને સુલતાનગંજમાં એક ખાસ મંદિર છે અજગૈવીનાથ તેની મુલાકાત લીધી હતી અને વીડિયો બનાવ્યા હતા અને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેના ફોટો પોસ્ટ કર્યા હતા. એજન્સી આ મામલે વધુ એટલા માટે શંકા ગઈ કારણ કે યટયુબર આ બંને સ્થાનના વીડિયો બનાવ્યા બાદ અને પોસ્ટ કર્યા બાદ તેને ડિલીટ કરી દીધા હતા. જો કે ટેકનિકલ ટીમના કારણે એજન્સી આ ડિલીટ કરેલા ફોટો અને વીડિયો જોઈ શકી. જ્યોતિએ ફોટો અને વીડિયો ડિલીટ કર્યા હોવાના કારણે આશંકા સેવાઈ રહી છે કે સંભવત પાકિસ્તાન તરફથી આવા સ્થાનના વીડિયા બનાવવાનું તેને કહેવામાં આવ્યું હોઈ શકે.
મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે કામ કરતી હોવાનું સામે આવ્યા બાદ તેણે બિહારના આ સ્થાનના બનાવેલ વીડિયો અને પોસ્ટને લઈને વધુ સતર્ક થયા છીએ. અને એટલે જ અજગૈવિનાથ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિરની આસપાસ સીસીટીવીની સંખ્યા વધારવામાં આવી છે તેમજ મુલાકાત લેનાર શ્રદ્ધાળુઓનું પણ સઘનપણે ચેકિંગ કરાશે. મંદિરનું સુરક્ષા ઓડિટ પણ શરૂ કરવામાં આવ્યું છે. ઓડિટમાં જે પણ ખામીઓ જોવા મળશે તે દૂર કરવી પડશે.
યુટયુબર પર કેવી રીતે થઈ શંકા
જ્યોતિ મલ્હોત્રા દ્વારા પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદા પાર પાડવા માગે છે. પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે દેશમાં હંગામો મચાવવાના તેમના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. જયોતિની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કડીઓ મળે માટે તેની પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જયોતિ કમિશન એજન્ટો દ્વારા વિઝા મેળવ્યા બાદ 2023 માં પાકિસ્તાન ગઈ હતી. ત્યાં તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી જેને તાજેતરમાં ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જયોતિની પાકિસ્તાન અને ચીન મુલાકાત વધતા તે સુરક્ષા એજન્સીના રડારમાં આવી હતી. અને હાલમાં ભારતના ઓપરેશન સિંદૂર અને યુદ્ધ સ્થિતિ વખતે તેની ગતિવિધિ વધુ શંકાસ્પદ લાગતા તેના પર વોચ રાખવામાં આવી હતી. જેમાં જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે કામ કરતી હોવાનું ખૂલ્યા બાદ NIA ની એક ટીમ હિસાર પહોંચી અને જ્યોતિને કસ્ટડીમાં લીધી અને ચંદીગઢ ગઈ. હાલમાં NIA તેના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરાયેલા વીડિયોની પણ તપાસ કરી રહી છે.