- મોટા ભાગના લોકોને ખબર નથી પડતી કે તેઓ ઝિકા વાઇરસથી સંક્રમિત છે
- હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, રહેણાક વિસ્તારો, સ્કૂલોને મચ્છરોથી મુક્ત રાખવા કહેવાયું
- મહારાષ્ટ્રના પૂણેમાં છેલ્લા 11 દિવસમાં ઝિકા વાઇરસના છ કેસ જોવા મળ્યા
મહારાષ્ટ્રમાં ઝિકા વાઇરસના છ કેસ જોવા મળ્યા બાદ કેન્દ્ર સરકાર અલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઝિકા વાઇરસ બાબતે બધાં રાજ્ય માટે એડ્વાઇઝરી બહાર પાડી છે. આ એડ્વાઇઝરી હેઠળ બધાં રાજ્યએ દેખરેખ વધારવા અને ગર્ભવતી મહિલાઓમાં ઝિકા વાઇરસના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને સ્ક્રીનિંગ વધારવાનો નિર્દેશ કરાયો છે.
મહારાષ્ટ્રના પૂણેમાં છેલ્લા 11 દિવસમાં ઝિકા વાઇરસના છ કેસ જોવા મળ્યા છે. પહેલી જુલાઈએ બે ગર્ભવતી મહિલા ઝિકા વાઇરસથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. આ કારણે કેન્દ્ર સરકાર સાવચેતી વર્તી રહી છે. હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને મચ્છરોથી મુક્ત રાખવા માટે રહેણાક વિસ્તારો, સ્કૂલો, નિર્માણાધીન સ્થળો, અને જુદીજુદી સંસ્થાઓને પણ મચ્છરોથી મુક્ત રાખવા કહેવાયું છે.










