Indian-American Ravi Chaudhary nominated by Biden in Pentagon
  • Home
  • Featured
  • બાઇડેને ભારતીય મૂળના રવિ ચૌધરીને અગત્યના પદ માટે કર્યા નૉમિનેટ

બાઇડેને ભારતીય મૂળના રવિ ચૌધરીને અગત્યના પદ માટે કર્યા નૉમિનેટ

 | 10:42 am IST
  • Share

  • ચૌધરીને વાયુસેનાના પ્રતિષ્ઠાન, ઉર્જા અને પર્યાવરણના સહાયક સચિવ પદ માટે નૉમિનેટ કરાયા

  • રવિ ચૌધરીને પેંટાગનના આ પદ પર શપથ લેતા પહેલાં સંયુકત રાજ્યની સેનેટ દ્વારા મંજૂરી મળવી જરૂરી

  • અફઘાનિસ્તાન અને ઇરાકમાં રવિ ચૌધરી અગત્યની ભૂમિકા નિભાવી ચૂકયા છે

     

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરૂવારના રોજ ભારતીય અમેરિકન રવિ ચૌધરીને પેંટાગનમાં એક અગત્યના પદ પર નોમિનિટ કરવાના પોતાના ઇરાદાની જાહેરાત કરી. રવિ ચૌધરી અમેરિકાના પૂર્વ વાયુસેના ઓફિસર છે. ચૌધરીને વાયુસેનાના પ્રતિષ્ઠાન, ઉર્જા અને પર્યાવરણના સહાયક સચિવ પદ માટે નૉમિનેટ કરાયા છે.

રવિ ચૌધરીને પેંટાગનના આ પદ પર શપથ લેતા પહેલાં સંયુકત રાજ્યના સેનેટ દ્વારા મંજૂરી મળવી જરૂરી છે. વ્હાઇટ હાઉસમાંથી મળેલી માહિતી પ્રમાણે આની પહેલાં ચૌધરી અમેરિકન પરિવહન વિભાગમાં એક વરિષ્ઠ કાર્યકારી તરીકે કામ કરી ચૂકયા છે. અહીં તેઓ ફેડરલસ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં એડવાન્સ પ્રોગ્રામ્સ એન્ડ ઇનોવેશ, ઓફિસ ઓફ કોમર્શિયલ સ્પેસના ડાયરેકટર હતા.

અફઘાનિસ્તાન અને ઇરાકમાં નિભાવી અગત્યની ભૂમિકા

વ્હાઇટ હાઉસના મતે ચૌધરી 1993 થી 2015 સુધી અમેરિકન વાયુ સેનામાં સક્રિય ડ્યુટી પર રહ્યા. અહીં તેમણે ઓપરેશનલ, એન્જિનિયરિંગ અને વરિષ્ઠ કર્મચારી પદ પર કામ કર્યું. C-17 પાયલટ તરીકે તેમણે અફઘાનિસ્તાન અને ઇરાકમાં કેટલાંય લડાકુ મિશનો પર અગત્યની ભૂમિકા નિભાવી. આ સિવાય કાર્મિક રિકવરી સેન્ટર અને ઇરાકમાં મલ્ટી-નેશનલ કોર્પ્સમાં ડાયરેકટર તરીકે વૈશ્વિક ઉડાન સંચાલન કાર્ય પણ કર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો