Indian Army Sagar Shakti at kutch coast gujarat
  • Home
  • Photo Gallery
  • કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારતીય જાંબાજોની ‘સાગર શક્તિ’ કવાયત, જુઓ PHOTOS

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારતીય જાંબાજોની ‘સાગર શક્તિ’ કવાયત, જુઓ PHOTOS

 | 5:33 pm IST
  • Share

 

રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી છે. જેમાં ભારતીય ભૂમિસેના, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક દળ, સીમા સુરક્ષા દળ તેમજ ગુજરાત રાજ્ય સુરક્ષા ઘટકો જેમકે, ગુજરાત રાજ્ય પોલીસ, સમુદ્રી પોલીસ અને મત્યપાલન વિભાગ સહિતના સામેલ કરવામાં આવ્યા હતા. આ કવાયત 19 થી 22 નવેમ્બર 2021 દરમિયાન કચ્છ દ્વીપકલ્પના ક્રીક સેક્ટરમાં યોજવામાં આવી રહી છે.

આ ક્વાયતમાં સેન્સર ટૂ શૂટર ગ્રીડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સહભાગી એજન્સીઓના વરિષ્ઠ હોદ્દેદારો આ કવાયતના સાક્ષી બન્યા હતા. બહુવિધ દળોના સૈનિકોને સમાવતા મજબૂત સેન્ટ્રલ ઓપરેશન રૂમ (COR) હેઠળ કાર્યરત પ્રતિભાવ વ્યવસ્થાતંત્રમાં ફિલ્ડ તાલીમની કવાયત યોજવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આ કવાયતમાં સ્પષ્ટપણે એકીકૃતતા અને સંકલન પ્રાપ્ત થયા હોવાનું જોવા મળ્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓએ તેની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો