Indian Consulate Announce Helpline Numbers in South Africa
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાઉથ આફ્રિકામાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર

સાઉથ આફ્રિકામાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર

 | 2:23 pm IST
  • Share

સાઉથ આફ્રિકામાં છેલ્લા થોડા દિવસોથી ભીષણ હિંસા ફાટી નીકળી છે. જેકબ ઝુમાની ધરપકડ બાદથી ત્યાં વસતાં ભારતીયો અને ગુજરાતીઓને નિશાના બનાવવામાં આવી રહ્યા છે. હિંસા, લૂંટફાંટ અને હત્યાઓની ઘટનાઓ બની રહી છે. એક અંદાજ પ્રમાણે સાઉથ આફ્રિકાની હિંસામાં 212થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમુક ભારતીયો પણ સામેલ છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી શકી નથી. સાઉથ આફ્રિકામાં ખાસ કરીને ડરબન અને જોહાનિસબર્ગમાં ભારે હિંસા ફેલાયેલી છે. અને અહીં ભારતીયોના બિઝનેસને નષ્ટ કરી દેવામાં આવ્યો છે. તેવામાં હવે ભારતીય દૂતાવાસ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

પ્રિટોરિયા સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારતીય અધિકારી સતત દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે સંપર્કમાં છે. દૂતાવાસ તરફછી સંબંધિત એજન્સીઓની સામે ભારતીય સમુદાયના સભ્યોની સુરક્ષા અને તેમના જીવન પ્રત્યે ચિંતાઓ વ્યક્ત કરી છે. સાથે જ દરેક ભારતીયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું છે. ભારતના વિદેશમંત્રીએ સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રી ડો. નાલેદી પેન્ડોર સાથે વાત કરી છે.

ભારત સરકારને પણ દિલ્હી સ્થિત દક્ષિણ આફ્રિકા દૂતાવાસ તરફથી વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. પ્રિટોરિયા સ્થિત ભારતીય હાઈકમિશન, ડરબન અને જોહાનિસબર્ગમાં ભારતીય કોન્સ્યુલેટ જનરસ પણ સતત ભારતીય સમુદાયના નેતાઓના સંપર્કમાં છે. અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. દુતાવાસ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે.

હાઈ કમિશન પ્રિટોરિયા- 0832761305
કોન્સ્યૂલેટ જનરલ-064;8800086 અને 06790566812
કોન્સ્યૂલેટ જનરલ જોહાનિસબર્ગ- 0663036144

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન