Indian couple found dead at in US after four-year-old girl seen crying
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતીય દંપતીનું શંકાસ્પદ મોત, 4 વર્ષની દીકરી બાલ્કનીમાં એકલી રડતી દેખાઇ

અમેરિકામાં ભારતીય દંપતીનું શંકાસ્પદ મોત, 4 વર્ષની દીકરી બાલ્કનીમાં એકલી રડતી દેખાઇ

 | 11:59 am IST
  • Share

ભારત (India)નું એક દંપતી અમેરિકા (America)માં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં જોવા મળ્યું. પાડોશીઓએ તેમની ચાર વર્ષની દીકરીને બાલકનીમાં એકલી રડતી જોઇ ત્યારબાદ તેમના મોતની ખબર પડી. પરિવારના સૂત્રોએ શુક્રવારના રોજ આ અંગે માહિતી આપી. બાલાજી ભારત રૂદ્રવાર (32) અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર (30) બુધવારના રોજ ન્યૂજર્સીમાં પોતાના ઘરમા મૃત જોવા મળ્યા. તેમના પાડોશીઓએ બાળકીને રડતી જોઇ હતી અને સ્થાનિક પોલીસને માહિતી આપી હતી ત્યારબાદ પોલીસ તેમના ઘરે પહોંચી હતી.

બાલાજીના પિતા ભારત રૂદ્રવારે કહ્યું કે સ્થાનિક પોલીસને આ ઘટનાની માહિતી મળી. મોતનું કારણ હજું ખબર પડી નથી. અમેરિકન પોલીસે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ શેર કરશે. રૂદ્રાવરે કહ્યું કે મારા દીકરાની વહુ સાત મહિનાની ગર્ભવતી હતી. અમે તેમના ઘરે ગયા હતા અને ફરીથી જવાની યોજના બનાવી રહ્યા છે. મને મોતનું કારણ ખબર નથી. તેઓ ખુશ હતા અને તેમના પાડોશી પણ સારા હતા.

તેમણે કહ્યું કે અમેરિકન અધિકારીઓએ મને કહ્યું કે જરૂરી ઔપચારિકતાઓ બાદ મૃતદેહોને ભારત પહોંચાડવામાં કમ સે કમ આઠ થી દસ દિવસનો સમય લાગશે. રૂદ્રવારે કહ્યું કે મારી પૌત્રી અત્યારે મારા દીકરાના એક મિત્રની પાસે છે. તેમના સ્થાનિક ભારતીય સમુદાયમાં કેટલાંય મિત્રો હતા.

ન્યૂજર્સીમાં ભારતીય લોકોની વસતી 60 ટકાથી વધુ છે. મહારાષ્ટ્રમાં બીડ જિલ્લાના આંબાજોગઇના આઇટી પ્રોફેશનલ બાલાજી રૂદ્રવાર ઑગસ્ટ 2015માં પોતાની પત્ની સાથે અમેરિકા ગયા હતા. તેમના ડિસેમ્બર 2014માં લગ્ન થયા હતા. તેમના પિતા એક બિઝનેસમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન