Indian Foreign Minister S Jaishankar Boycotts Meeting Convened By China At UNSC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અવળચંડા ચીનના ગાલે ભારતે દુનિયા આખી સામે ઝીંક્યો તમાચો, જયશંકરે લીધો LACનો બદલો

અવળચંડા ચીનના ગાલે ભારતે દુનિયા આખી સામે ઝીંક્યો તમાચો, જયશંકરે લીધો LACનો બદલો

 | 4:00 pm IST
  • Share

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એ બેઠકનો જ બહિષ્કાર કરી દીધો હતો જેની અધ્યક્ષતા ચીન કરી રહ્યું હતું. ચીનના વિદેશ મંત્રી વાંગ યીની અધ્યક્ષતામાં બહુપક્ષીયતા પર મંત્રી સ્તરે ચર્ચા યોજાવવાની હતી જેમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા કરી રહ્યાં હતાં. ગત વર્ષે લદ્દાખમાં LAC પાસે ભારતીય સેના પર થેયલા હુમલા બાદ ચીનને આકરો સંદેશ આપવામાં આવ્યો છે.

બાકીના તમામ દેશોના મંત્રીઓ રહ્યાં હાજર

વિદેશ મંત્રીની ગેરહાજરીમાં પણ ભારતનું વલણ સ્પષ્ટ દેખાયું હતું કારણ કે બાકીના તમામ સભ્ય દેશોના મંત્રી બેઠકમાં હાજર રહ્યાં હતાં. શ્રુંગલાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી વચ્ચે વૈશ્વિક નબળાઈઓ અને ભૂલો ઉજાગર કરવામાં આવે છે. સંયોજિત વૈશ્વિક પ્રતિક્રિયાઓમાં વિલંબથી બહુપક્ષીય વ્યવસ્થાની નબળાઈઓ જાહેર થઈ ગઈ છે જે આજે સ્પષ્ટ દેખાઈ રહી છે. તેનાથી વિસ્તૃત બદલાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે.

તેમણે કહ્યું હતું કે, મહામારીએ વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલાઓને લઈને અસમાન વેક્સિન વિતરણ સુધીની ભૂલો ઉજાગર કરી નાખી છે અને વૈશ્વિક સહયોગ ને મજબુત બહુપક્ષીયતાની જરૂરિયાતનું ભાન કરાવ્યું છે.

ભારતમાં જાન્યુઆરીમાં UNSCમાં અસ્થાયી સભ્ય તરીકે શામેલ થયું હતું અને ત્યાર બાદથી જ જયશંકરે મંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લીધો છે જ્યારે જાન્યુઆરીમાં ટ્યૂનીશિયા, ફેબ્રુઆરીમાં બ્રિટન અને એપ્રિલમાં વિયેતનામની અધ્યક્ષતા કરી હતી. ચીન હજી વધુ બે બેઠકો કરશે. એક આફ્રિકા અને કોરોનાની રિકવરી પર અને બીજી શાંતિદૂતોની સુરક્ષા વધાર દુદ્રઢ બનાવવાને લઈને. પરિષદની અનેક બેઠકો કોરોના મહામારીના કારણે વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન