Indian In Dubai Huge Jackpot, Wins Dh1 million
  • Home
  • Featured
  • દુબઇમાં ભારતીયને લાગ્યો જેકપોટ, રાતોરાત બની ગયા કરોડપતિ

દુબઇમાં ભારતીયને લાગ્યો જેકપોટ, રાતોરાત બની ગયા કરોડપતિ

 | 11:54 am IST
  • Share

  • દુબઇમાં રહેતા એક ભારતીય પ્રવાસીનું કિસ્મત રાતો રાત ચમકી ગયુ
  • મીર આ વર્ષે મહઝૂઝ ડ્રોના 15મા કરોડપતિ બન્યા
  • ભારતીય નાગરિકે 44મા સાપ્તાહિક મુકાબલામાં બીજો નંબર મેળવી 1 મિલિયન દિરહામનું ઇનામ જીત્યા 

દુબઇમાં રહેતા એક ભારતીય પ્રવાસીનું કિસ્મત રાતો રાત ચમકી ગયુ. તેમણે દુબઇના Mahzooz millionaire draw માં ભાગ લીધો અને આ નિર્ણયે તેમની જિંદગીને બદલી નાંખી. હરિફાઇમાં ભાગ લેવાનો નિર્ણય છેલ્લાં કેટલાંક કલાકોમાં કર્યો હતો. દુબઇના રહેવાસી મીર એ વિજેતાના નામની જાહેરાત થવાના માત્ર પાંચ કલાક પહેલાં જ તેમાં ભાગ લીધો હતો.

વ્યસ્ત હોવાના લીધે રિઝલ્ટ જોયું નહોતું

મીર આ વર્ષે મહઝૂઝ ડ્રોના 15મા કરોડપતિ બન્યા છે. ભારતીય નાગરિકે 44મા સાપ્તાહિક મુકાબલામાં બીજો નંબર મેળવ્યો અને 1 મિલિયન દિરહામનું ઇનામ જીતી લીધું. દુબઇમાં સેલ્સ મેનેજરનું કામ કરનાર 34 વર્ષના મીર એ કહ્યું કે લાઇવ ડ્રોના પાંચ કલાક પહેલાં જ મેં વિચાર્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઇએ. કામમાં વ્યસ્ત હોવાના લીધે મેં રિઝલ્ટ જોયું નહોતું. મીરના પત્ની મોટાભાગે મહઝૂઝ ડ્રોમાં ભાગ લેતી રહેતી.

પત્નીને જોઇ ભાગ લીધો

બે સપ્તાહ પહેલાં મીરના પત્ની Dh1000નું ઇનામ જીત્યા હતા. પોતાની પત્નીને જોઇને મીરે પણ તેમાં ભાગ લેવાનું વિચાર્યું પરંતુ તેમને કયારેય એ વાતનો અંદાજો નહોતો લગાવ્યો કે આ આટલી મોટી રકમ જીતી શકે છે. પોતે ડ્રોમાં જીત્યા છે તે બીજા દિવસે સવારે ખબર પડી. તેમણે કહ્યું કે હું કામમાં વ્યસ્ત હતો ત્યારે મારા પર એક ફોન આવ્યો અને મને કહ્યું કે હું Dh1 મિલિયન જીત્યો છું. પહેલાં મને લાગ્યું કે કોઇ મારી સાથે મજાક કરી રહ્યું છે. જ્યારે મને હકીકત જાણવા મળી તો હું થોડીકવાર માટે સ્તબ્ધ થઇ ગયો હતો, હું વિચારી જ નહોતો શકયો કે ખરેખર?

શિક્ષા પાછળ ખર્ચ કરવા માંગે છે પૈસા

હૈદરાબાદથી 12 વર્ષ પહેલાં મીર અભ્યાસ કરવા માટે દુબઇ ગયા હતા. જ્યારે તેમણે નોકરી ઓફર થઇ તો તેમણે અભ્યાસ છોડી કામ કરવાનો નિર્ણ કરી લીધો. ઇનામ જીત્યા બાદ મીર કહે છે કે મહઝૂઝનો ખૂબ-ખૂબ આભાર. હવે મારી પાસે એટલા પૈસા છે કે હું માત્ર મારો અભ્યાસ જ પૂરો કરી શકીશ નહીં પરંતુ એક સારી જિંદગી પણ જીવી શકું છું. મીર શિક્ષાને દુનિયાની દરેક સમસ્યાનું માને છે. તેમણે જીતેલી રકમથી ભારતના કેટલાંક બાળકોના અભ્યાસમાં મદદ કરવાની પણ યોજના બનાવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો