Indian Jailed for Filming Couple in Toilet in Singapore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સિંગાપોરમાં પબ્લિક બાથરૂમમાં કપલ માણી રહ્યું હતું અંતરંગ પળો, ભારતીય યુવાને વીડિયો ઉતારતાં મળી આકરી સજા

સિંગાપોરમાં પબ્લિક બાથરૂમમાં કપલ માણી રહ્યું હતું અંતરંગ પળો, ભારતીય યુવાને વીડિયો ઉતારતાં મળી આકરી સજા

 | 3:00 pm IST
  • Share

સિંગાપોરમાં સોમવારે એક 36 વર્ષીય ભારતીય યુવકને પબ્લિક ટોઈલેટમાં સંબંધ બનાવી રહેલા કપલનો વીડિયો બનાવવાના આરોપમાં 17 અઠવાડિયા માટે જેલ મોકલી દેવામાં આવ્યો છે. કુપ્પુસામી કાર્તિકને આ જ પ્રકારના અન્ય 3 મામલાઓમાં દોષી જાહેર કરતાં જેલ મોકલી દેવામાં આવ્યો છે.

કુપ્પુસામી બિશન આંગ મો કિઓ પાર્કમાં એક કપલનો પીછો કરતાં પબ્લિક ટોઈલેટ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન તેણે ટોઈલેટની બાજુમાં ક્યુબિકલ બેસિન પર ચઢીને આ કપલનો નહાતા અને અંતરંગ પળો માણતો વીડિયો બનાવી લીધો હતો. આ ઘટના 20 ઓક્ટોબર 2020ની છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્તિકે કપલના કુલ 3 વીડિયો ઉતારી લીધા હતા અને પાંચ ફોટો લીધા હતા, અને આ સમયે કપલ પૂરી રીતે નગ્ન અવસ્થામાં હતા.

પણ કાર્તિક આટલેથી અટક્યો ન હતો, બે દિવસ બાદ કુપ્પુસામી કાર્તિક ફરીથી એ જ જગ્યાએ પહોંચ્યો હતો. અને તે સમયે ફરીથી તે જ કપલ બાથરૂમમાં જતાં જોયું તો તે પણ પાછળ પાછળ બાજુના બાથરૂમમાં ઘૂસી ગયો હતો. અને બીજી વખત પણ કપલના સેક્સનો વીડિયો અને ફોટા પાડી લીધા હતા.

અને 19 નવેમ્બર એટલે કે ત્રીજા દિવસે પણ પાર્કના અન્ય એક બાથરૂમમાં ઘૂસીને આ જ રીતે અન્ય કપલનો ત્રીજો વીડિયો શૂટ કરી લીધો હતો. જો કે આ સમયે છોકરીના બોયફ્રેન્ડે કાર્તિકને વીડિયો બનાવતા જોઈ ગયો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલમાંથી વીડિયો મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન