Indian Open Saina's defeat, sindhu in quarterfinals
  • Home
  • Sports
  • Cricket
  • કોરોના બ્લાસ્ટ વચ્ચે માલવિકા સામે સાઇના પરાસ્ત, સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં

કોરોના બ્લાસ્ટ વચ્ચે માલવિકા સામે સાઇના પરાસ્ત, સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં

 | 11:54 pm IST
  • Share

  • સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

  • સ્ટાર શટલર પીવી સિંધુની આસન જીત

  • સાઇના નેહવાલનો પરાજય

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને કિદામ્બી શ્રીકાંત તથા અશ્વિની પોનપ્પા સહિત સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. કોરોના કહેર વચ્ચે ચાલી રહેલ ટુર્નામેન્ટમાં પીવી સિંધુએ વિજય સાથે ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

સાઇનાની હાર, સિંધુની જીત

આ દરમિયાન હૈદરાબાદી ખેલાડી સાઇના નેહવાલની સફર બીજા રાઉન્ડમાં જ અટકી ગઇ હતી. તેને 111મો ક્રમાંક ધરાવતી માલવિકા બંસોડે સીધી ગેમમાં 17-21, 9-21થી હરાવી હતી. ભારતની બીજી સ્ટાર શટલર પીવી સિંધુએ બીજા રાઉન્ડમાં ઇરા શર્માને કોઇ પણ મુશ્કેલી વિના 21-10, 21-10થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુનો આગામી મુકાબલો અશ્મિતા ચાહિલા સામે થશે જેણે હાયોએક્સને 21-17, 21-14થી પરાજય આપ્યો હતો.

સાત ખેલાડીઓનો કોરોના પોઝિટિવ

ટૂર્નામેન્ટ દરમિયાન સાત ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ટૂર્નામેન્ટની બહાર કરવામાં આવ્યા છે. તેમની સામેના ખેલાડીઓને વોકઓવર આપવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ધ્રુવ રાવત અને બી સાઇ પ્રણિથ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો હતો. કોરોનાનો શિકાર બનેલા અન્ય ખેલાડીઓમાં રિતિકા ઠક્કર, ટેરેસા જોલી, સિમરન અમનસિંહ, ખુશી ગુપ્તા, મિથુન મંજુનાથનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો