Indian Origin Ireland Cricketer Simi Singh world Record Century
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પંજાબમાં જન્મેલા આયરલેન્ડના આ ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, વન ડે ક્રિકેટમાં બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

પંજાબમાં જન્મેલા આયરલેન્ડના આ ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, વન ડે ક્રિકેટમાં બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

 | 2:13 pm IST
  • Share

દક્ષિણ આફ્રિકાએ ભલે સીરિઝની ત્રીજી અને અંતિમ વન ડે મેચ જીતી લીધી હોય તેમ છતાં આયરલેન્ડના ક્રિકેટર સિમી સિંહે પોતાની શાનદાર બેટિંગથી બધાનું મન જીતી લીધું છે. સિમી 8મા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો અને કેરિયરની પહેલી વન ડે સદી પૂરી કરી હતી. એટલું જ નહીં પંજાબમાં જન્મેલાં સિમીએ આ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું છે કે જ્યારે કોઈ બેટ્સમેને 8મા નંબરે ઉતરીને સદી મારી હોય. સિમીએ પોતાની અણનમ સેન્ચુરીની ઈનિંગમાં 91 બોલ પર 14 ચોગ્ગા ફટાકર્યા હતા.

આયરલેન્ડની ટીમ એક સમયે 92 રન પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી

સિમી એ સમયે ક્રિઝ પર આવ્યો જ્યારે લોરકન ટકરને એન્ડિલે ફેબુલકવાયોએ ફક્ત એક રન બનાવીને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સમયે આયરલેન્ડનો કુલ સ્કોર 6 વિકેટ પર 92 રન હતા. જે બાદ સિમીએ શાનદાર બેટિંગનો નમૂનો દેખાડતાં ધમાકેદાર ઈનિંગ રમી હતી.

આયરલેન્ડની ટીમ 276 જ રન બનાવી શકી

દક્ષિણ આફ્રિકાની તરફથી મળેલ 347 રનોના લક્ષ્યનો પીછો કરતાં આયરલેન્ડની ટીમે 47.1 ઓવરમાં 276 રન પર પરાસ્ત થઈ ગઈ હતી. સ્પિન ઓલરાઉન્ડર સિમી સિંહે પેસર એનરિજ નોર્ત્ઝે, કેશવ મહારાજ, એન્ડિલે ફેહલુકવાયો અને તબરેજ શમ્સીના બોલની સામે જે પ્રકારની બેટિંગ કરી હતી તે વખાણવાલાયક છે.

કેન્યાના થોમસ ઓડોયોના રેકોર્ડને તોડ્યો

આયરલેન્ડ તરફથી કુર્તિસ કેન્ફરે 54 રન બનાવ્યા હતા. આ પહેલા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આઠમા નંબર પર સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કેન્યાના થોમસ ઓડોયોના નામે હતો જેણે બાંગ્લાદેશની સામે વર્ષ 2006માં 84 રનની ઈનિંગ રમી હતી. વન ડેમાં સાતમા નંબર પર રમતાં બેટિંગ સદી છે પણ તે પહેલા આઠમા કે તેનાથી નીચેના ક્રમે કોઈ બેટ્સમેન સદી મારી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન