Indian people held a pre-Navratri Garba Workshop in London
  • Home
  • Featured
  • ભારતીયોએ લંડનમાં બોલાવી ગરબાની રમઝટ, જુઓ તસવીરો

ભારતીયોએ લંડનમાં બોલાવી ગરબાની રમઝટ, જુઓ તસવીરો

 | 11:34 pm IST
  • Share

  • લંડનમાં ખેલૈયાઓ ગરબે રમ્યા
  • વિદેશમાં જોવા મળી ભારતીય સંસ્કૃતિની ઝલક

 

ભારતમાં નવરાત્રિની ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે, દરેક ભારતીય દર વર્ષે નવરાત્રિની આતુરતાથી રાહ જોતો હોય છે. જો કે કોરોનાકાળમાં ગયા વર્ષે નવરાત્રિનું આયોજન થઈ શક્યું નહોતુ. પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવવાનો મોકો મળશે.

નોંધનિય છે કે ભારત ઉપરાંત વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ભારતીયો તેમની સંસ્કૃતિ અને પરંપરાને વિદેશમાં પણ જાળવી રાખે છે. જેથી તેમની આવનારી પેઢીને તેમનું મુલ્ય સમજાય. આવી જ તસવીરો સામે આવી છે સાત સમંદર પાર લંડનથી કે જ્યાં પ્રી-નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને મનભરીને ગરબા રમ્યા હતા.

લંડન સ્થિત ડાન્સ એકેડેમી સર્જન નર્તન એકેડેમીએ બાળકો માટે પ્રી-નવરાત્રિ ગરબા વર્કશોપનું આયોજન કર્યું હતું. એકેડેમીનાં આર્ટિસ્ટિક ડિરેક્ટર નેહા પટેલ યુકે સ્થિત ભારતીય કલાકાર છે. તેઓ ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યોની તાલીમ આપીને ત્યાં ઉછેર પામી રહેલી નવી પેઢીમાં ભારતીય મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો