Indian wins Dh10 million in Big Ticket draw held in Abu Dhabi
  • Home
  • Featured
  • UAEમાં ભારતીયને છપ્પર ફાડકે લોટરી લાગી, પરંતુ 20 કરોડ જીતનાર શખ્સ ‘ગુમ’

UAEમાં ભારતીયને છપ્પર ફાડકે લોટરી લાગી, પરંતુ 20 કરોડ જીતનાર શખ્સ ‘ગુમ’

 | 10:50 am IST
  • Share

  • UAEમાં ભારતીયનું કિસ્મત રાતોરાત ચમકી ગયું
  • નહીલ નિઝામુદ્દીનને 10 મિલિયન દિરહામની લાગી લોટરી
  • મૂળ કેરળના નહીલનો કોઇ જ સંપર્ક થઇ શકયો નથી

સંયુકત અરબ અમીરાતમાં એક ભારતીયનું કિસ્મત ફરી એકવખત રાતો રાત ચમકી ગયું છે. દર મહિને આયોજીત થનાર બિગ ટિકિટ અબુ ધાબી સીરીઝના 232મા ડ્રોમાં ભારતીય નાગરિક નહીલ નિઝામુદ્દીને Dh10 મિલિયન એટલે કે અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુનું બમ્પર ઇનામ જીત્યું છે. આ ડ્રોનું આયોજન રવિવારના રોજ થયું હતું જેમાં નહીલે 26 સપ્ટેમ્બરના રોજ ખરીદેલ ટિકિટ પર ઇનામ જીત્યું. જેનો નંબર 278109 હતો.

કોઇ નંબર જ લાગતો નથી

મૂળ કેરળના રહેવાસી નહીલના બંને નબરથી હાલ કોઇ સંપર્ક થઇ શકયો નથી. ફોન કરવા પર અંગ્રેજી અને મલાયલમમાં કહેવાય છે કે ઇનકમિંગ કોલની સુવિધા ઉપલબ્ધ નથી. તેમનો બીજો નંબર પહોંચની બહાર આવી રહ્યો છે. આયોજકોનું કહેવું છે કે તેઓ નહીલ સુધી પહોંચશે અને તેમની સાથે સંપર્ક કરવાની સતત કોશિશ કરતાં રહેશે. બીજું ઇનામ સાઉદી અરબમાં રહેતા ભારતીય પ્રવાસી Angelo Fernandes જીત્યા છે. તેમણે 25 સપ્ટેમ્બરના રોજ 000179 નંબરની ટિકિટ ખરીદી હતી તેના પર તેમને ઇનામ લાગ્યું છે.

દુબઇમાં ભારતીય જીત્યા કરોડો રૂપિયા

આની પહેલાં દુબઇમાં રહેતા એક ભારતીય પ્રવાસીએ દુબઇના Mahzooz millionaire drawમાં ભાગ લીધો હતો અને આ નિર્ણયે તેમની જિંદગીને સંપૂર્ણપણે બદલી નાંખી. દુબઇમાં સેલ્સ મેનેજરનું કામ કરનાર 34 વર્ષના મીરે ઇનામ જીત્યાના કલાકો પહેલાં જ ડ્રો ની ટિકિટ ખરીદી હતી. મીર આ વર્ષે મહજૂજ ડ્રો ના 15મા કરોડપતિ બન્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો