Indian youth found murdered in Canada
  • Home
  • Featured
  • કેનેડામાં ભારતીય યુવાન વિદ્યાર્થીની હત્યા

કેનેડામાં ભારતીય યુવાન વિદ્યાર્થીની હત્યા

 | 8:00 am IST
  • Share

કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના ટ્રુરો નગર ખાતે એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા થતાં મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોને વંશીય કારણોસર હત્યા થઇ હોવાની આશંકા છે. ટ્રુરો પોલીસ સેવાના અધિકારી ડેવિડ મેકનેઇલે જણાવ્યું હતું કે રવિવારે પોલીસને ફોન મળતાં ઘટનાસ્થળે પહોંચી હતી. એપાર્ટમેન્ટમાં જીવલેણ ઘાયલ સ્થિતિમાં એક વ્યક્તિ મળી આવી હતી. પોલીસે તેને પ્રભજોતસિંહ ખત્રી તરીકે ઓળખી કાઢયો હતો અને ગંભીર ઇજાને કારણે જ યુવાનનું મૃત્યુ થયું હતું.

યુવાન લેયટોન્સ ટેક્સી માટે કામ કરતો હતો તેમ જ ટ્રુરોમાં એક બે રેસ્ટોરન્ટ માટે પણ કામ કરતો હતો. પોલીસ હત્યાની આશંકા સાથે તપાસ કરી રહી છે. હત્યાની આ ઘટના સંદર્ભમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી, પરંતુ ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સર્ચ વોરન્ટ જારી કરીને અટકાયત કરી હતી, પરંતુ તેના પર આરોપ મૂકવામાં નહોતા આવ્યા. તે વ્યક્તિએ રવિવારે રાતે મૃતક વ્યક્તિના પરિવાર અને સ્થાનિક ભારતીય સમુદાયની મુલાકાત લઇને શોક જાહેર કર્યો હતો. પ્રભજોતસિંહ ખત્રી વર્ષ ૨૦૧૭માં ભારતથી કેનેડા અભ્યાસ માટે આવ્યો હતો. યુવાનનું અવસાન થતાં ભારતીય સમુદાયને ભારે આઘાત લાગ્યો હતો. યુવાનના મૃતદેહને ભારત મોકલવા ગોફંડમી ઝુંબેશ પણ શરૃ કરવામાં આવી હતી. પ્રભજોતના મિત્રોને આશંકા છે કે વંશીય કારણોસર આ હેટ ક્રાઇમ થયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો