India's tour of South Africa postponed for nine days
  • Home
  • Sports
  • Cricket
  • ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ નવ દિવસ માટે સ્થગિત

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ નવ દિવસ માટે સ્થગિત

 | 10:50 pm IST
  • Share

  • હવે 26મી ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે

  • બંને દેશ વચ્ચેની ચાર મેચની ટી20 શ્રેણી રદ કરી, આગામી વર્ષે રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની શનિવારે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બંને દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના સેક્રેટરી જય શાહે આ બાબતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, બંને ટીમો વચ્ચે રમાનારી ચાર ટી20 મેચની શ્રેણીને હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે જેને આગામી વર્ષે નવેસરથી પ્રોગ્રામ તૈયાર કરીને રમાડવામાં આવશે. ભારત અને સાઉથ આફ્રિકા હવે માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી જ રમશે. અગાઉના કાર્યક્રમ મુજબ પ્રથમ ટેસ્ટ 17મી ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ હવે તે 26મી ડિસેમ્બરે રમાશે.

બીસીસીઆઇ અને સાઉથ આફ્રિકન બોર્ડે સવારના તબક્કામાં આ પ્રવાસના ભાવિ અંગે વાટાઘાટ કરી હતી. ઓમિક્રોનના નવા વેરિએન્ટ વાઇરસના કારણે ઘણા દેશોએ સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. નવા વાઇરસ વિશ્વના 30 દેશમાં પહોંચી ચૂક્યો છે.

સાઉથ આફ્રિકન બોર્ડે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે. અગાઉ ભારતીય ટીમે નવમી ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચવાનું હતું પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવાસી ટીમ માટે ઉચ્ચ સ્તરિય બાયો-બબલ સિસ્ટમ તૈયાર કરવાની પણ આફ્રિકન બોર્ડે ખાતરી આપી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો