Indonesia and Qatar foreign ministers will travel to Kabul
  • Home
  • Featured
  • તાલિબાનને આ મામલે તૈયાર કરવા મથી રહ્યા મુસ્લિમ દેશ

તાલિબાનને આ મામલે તૈયાર કરવા મથી રહ્યા મુસ્લિમ દેશ

 | 12:18 pm IST
  • Share

  • તુર્કી અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીઓ કાબુલની મુલાકાત લે તેવી શક્યતા

  • તુર્કીના વિદેશ પ્રધાન અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીની સંયુક્ત પત્રકાર પરિષદ

  • મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવું એ ઇસ્લામની વિરુદ્ધ

 

અફઘાનિસ્તાનમાં કબ્જો જમાવ્યા બાદ તાલિબાને પત્રકાર પરિષદ યોજીને મોટા મોટા બણગાઓ ફૂંક્યા હતા. તેમાં લોકોની સલામતી, મહિલાઓ માટે પ્રતિષ્ઠિત જીવન, બહેતર અર્થતંત્ર અને આતંકવાદ સામેની લડાઈ જેવા ઘણા મહત્ત્વના વાયદાઓ હતો. જોકે, સરકાર બન્યા બાદ અને સત્તા મેળવ્યા પછી તાલિબાને તેમના મોટાભાગના વચનોમાં યુ ટર્ન લીધો છે.

અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત વધુ ખરાબ છે, મહિલાઓને કામ પરથી દૂર કરવામાં આવી છે અને અત્યાર સુધી મહિલાઓના શિક્ષણને લઈને તાલિબાન કોઈ નક્કર નિર્ણય લઈ શક્યું નથી હવે ઘણા ઇસ્લામિક દેશો આ મામલે સક્રિય બન્યા છે.

મીડિયો રીપોર્ટ અનુસાર ઘણા મુસ્લિમ અફઘાનિસ્તાનમાં કબ્જો જમાવ્યા બાદ તાલિબાને પત્રકાર પરિષદ યોજીને મોટા મોટા બણગાઓ ફૂંક્યા હતા. તેમાં લોકોની સલામતી, મહિલાઓ માટે પ્રતિષ્ઠિત જીવન,દેશોના વિદેશ મંત્રીઓ કાબુલ જવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ તમામ લોકો તાલિબાનને આ વિશે જણાવે છે મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવું એ ઇસ્લામની વિરુદ્ધ છે. આ દરખાસ્ત અંગે પશ્ચિમી દેશોના રાજદ્વારીઓ પણ ટેકો આપ્યો છે. આ રાજદ્વારીઓ માને છે કે જો પશ્ચિમી દેશોને બદલે ઇસ્લામિક દેશોના પ્રતિનિધિઓ તાલિબાનને વિનંતી કરે તો તાલિબાન તેની વિનંતી પર ધ્યાન આપે તેવી સંભાવના ઘણી વધારે છે.

તુર્કી અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીઓ કાબુલની મુલાકાત લે તેવી શક્યતા છે. આ સંદર્ભે, તુર્કીના વિદેશ પ્રધાન MevlutCavusoglu અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રી રેટનો માર્સુદીએ એક સાથે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અમે કાબુલ જવાનો પ્લાન તૈયાર કરી રહ્યા છીએ અને આગામી સમયમાં કેટલાક અન્ય દેશોના વિદેશ મંત્રીઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો