International flights approved in India from 15th December
  • Home
  • India
  • 15 ડિસેમ્બરથી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંજૂરી, કયા દેશ પર પ્રતિબંધ યથાવત?

15 ડિસેમ્બરથી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંજૂરી, કયા દેશ પર પ્રતિબંધ યથાવત?

 | 8:05 am IST
  • Share

  • યુકે, સિંગાપોર સહિતના 14 દેશો બાકાત

  • 15 ડિસેમ્બરથી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંજૂરી

ભારતમાં આવતા અને વિદેશ જતાં હવાઈ પ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારત દ્વારા 15 ડિસેમ્બરથી તમામ હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા નિયમિત વિદેશી ફ્લાઇટ્સની આવન-જાવનને પરવાનગી આપવામાં આવી છે. તેમાં 14 દેશોને બાકાત પણ રાખવામાં આવ્યા છે.

ખાસ કરીને યુરોપના કેટલાક દેશો અને જ્યાં તાજેતરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ દેખાયો છે ત્યાં હવાઈ સેવાઓ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ બાંગ્લાદેશ, બોટ્સવાના અને ઝિમ્બાબ્વેની ફ્લાઇટ સેવાઓ પણ હાલ બંધ રાખવામાં આવી છે.  અધિકારીએ જણાવ્યું કે, માર્ચ 2020થી તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જે હવે ફરી શરૂ થશે.

કયા દેશો પર પ્રતિબંધ      

બ્રિટન

 ફ્રાન્સ

 જર્મની

 નેધરલેન્ડ

 ફિનલેન્ડ

 સાઉથ આફ્રિકા

 બ્રાઝિલ

 ચીન

 મોરેશિયસ

 ન્યૂઝીલેન્ડ

 સિંગાપોર

 બોટ્સવાના

 ઝિમ્બાબ્વે

 બાંગ્લાદેશ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો