વિશ્વભરમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ દિવસની શરૂઆત કરાવી. ભારતમાં આદિકાળથી યોગ શારીરિક તંદુરસ્તી સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગામી સમયમાં દુનિયાભરના લોકોને આ ઉપચારના લાભ મળી રહે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 11 ડિસેમ્બર 2014 ના રોજ મંજૂરી મળી. ત્યારબાદથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
પ્રાણીઓ અને પક્ષીઓના નામ યોગાસનના નામ
આપણે કેટલાક યોગના આસનનો નામ જોઈશું તો આશ્ચર્ય થશે. જેમ કે મયૂરાસન અને ઉષ્ટ્રાસન, જેવા નામ આપણને વિચિત્ર લાગશે. કેમ પ્રાણીઓ અને પક્ષીઓના નામ પર યોગ આસનના નામ રાખવામાં આવ્યા છે તેને લઈને સવાલ થતો હશે. આજના લેખમાં આ બાબતનું મહત્વ જણાવીશું. ભારતીય સંસ્કૃતિમાં તહેવારનું મહત્વ છે તેમ આ આસનોના નામ પ્રાણીઓ અને પક્ષીઓની હિલચાલ, શક્તિ અને સુગમતાથી પ્રેરિત હોવાનું મનાય છે. જે આપણને સ્વસ્થ જીવનશૈલી શીખવે છે.
ભુંજગાસ : ભુજંગાસનને કોબ્રા પોઝ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે આ આસન કરવામાં આવે ત્યારે શારરીરિક પોઝ કોબ્રા આકારના બને છે. કોબ્રા પોઝ પગ અને હિપ્સને મજબૂત કરવા સાથે કરોડરજ્જુને લંબાવવામાં મદદ કરે છે. આ આસન કરવાથી કમરનો દુખાવો મટે છે. તેમજ ફેફસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા સાથે પાચનમાં સુધારો પણ થાય છે.
મયુરાસન : મયુરાસન, આ આસન દ્વારા શરીર સંતુલિત થાય છે જે મોરની જેમ સંતુલન વિકસાવે છે. આ આસનનું નામ મયુર (મોર) પરથી આવ્યું છે, કારણ કે આસનમાં અપનાવવામાં આવેલ મુદ્રા મોર જેવી દેખાય છે. મયુરાસનમાં, શરીર જમીનથી ઉપર ઉંચુ કરવામાં આવે છે, જેમાં કોણી પેટની નજીક હોય છે અને પગ સીધા પીઠ તરફ હોય છે. આ આસન શારીરિક અને માનસિક શક્તિ વધારવામાં મદદ કરે છે.
બકાસન : બકાસનમાં બટરફ્લાય પોઝ અથવા બદ્ધ કોનાસન, જે પતંગિયાની પાંખોથી પ્રેરિત છે. આ આસન કરવાથી હિપ્સ અને જાંઘો લવચીક બને છે. તેમજમાં મસલ્સમાં થતો દુખાવો પણ ઘટાડે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ આસન કરવાથી ચહેરા પર ચમક પણ આવે છે અને શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે આ આસન વધુ અસરકાર છે.
યુવાનોમાં યોગનો ક્રેઝ વધ્યો
યોગ શરીર અને મનને સંતુલિત રાખે છે. યોગમાં જુદા-જુદા આસનો કરવામાં આવે છે જે કેન્સર, ડાયાબિટીસ તેમજ આર્થરાઈટિસ જેવી ગંભીર બીમારીઓમાં રાહત આપે છે. કોરોના બાદ દુનિયાભરના લોકોએ પણ હવે યોગનું મહત્વ સમજ્યું છે. અને હવે યુવાનો પણ ઝુમ્બા અને એરોબિક્સ છોડી યોગ તરફ વળ્યા છે.