IPL 13th season might be held in sri lanka or UAE this year
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2020ને લઈ આવ્યા મોટા સમાચાર! આ વર્ષે ભારતમાં નહીં પણ આ દેશોમાં થશે આયોજન!

IPL 2020ને લઈ આવ્યા મોટા સમાચાર! આ વર્ષે ભારતમાં નહીં પણ આ દેશોમાં થશે આયોજન!

 | 5:14 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPl) ની 13મી સીઝનનું આયોજન UAE અથવા શ્રીલંકામાં થાય એવી તમામ સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ટી20 વર્લ્ડ કપના ભવિષ્ય પર અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. આ વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત હતું.

આ મામલેથી જોડાયેલ બીસીસીઆઈના એક અધિકારીએ એક ખાનગી મીડિયા ચેનલને જણાવ્યું કે પહેલા આઈપીએલનું આયોજન ભારતમાં જ થવાનું હતું પરંતુ આ કોરોના વાયરસના કારણે હવે બોર્ડ લીગનું આયોજન યુએઈ અથવા શ્રીલંકામાં કરવા અંગે વિચાર કરી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે હાલ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ભારતમાં હાલ એવી સ્થિતિ નથી કે એક અથવા બે સ્થાનો પર મેચનું આયોજન કરી શકાય તેથી આ વર્ષે લીગ વિદેશમાં થશે એવી મજબૂત સંભાવના છે.

અધિકારીએ કહ્યું કે, આ હરિફાઈમાં યુએઈ અને શ્રીલંકા આગળ છે. ત્યારે આ લીગનું આયોજન ક્યાં કરવું તે અંગે નિર્ણય કોરોના વાયરસ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. લોજિસ્ટિકને પણ ધ્યાનમાં રાખવું પડશે એવામાં જલદી નિર્ણય લેવો પડશે.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં ઓવરસ્પીડે લીધો એક એલઆરડી જવાનનો જીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન