IPL 2021 FINAL Match Chennai Super Kings vs Kolkata Knight Riders live Score
  • Home
  • Sports
  • Cricket
  • ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ IPL 2021ની ચેમ્પિયન

ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ IPL 2021ની ચેમ્પિયન

 | 7:01 pm IST
  • Share

  • IPL 2021 CSK vs KKR Final LIVE
  • ચેન્નઇ સુપર કિંગ્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ
  • આઇપીએલ 2021ની ફાઇનલ મેચ 

IPL 2021 ટી-20 લીગની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ રોમાંચક મેચની શરૂઆત થઇ ગઇ છે. દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ મેદાનમાં કોલકાતીની ટીમે ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ચેન્નઇની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઇએ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 192 રન બનાવ્યા છે. આમ કોલકાતાને જીતવા માટે 193 રનનો વિશાળ ટાર્ગેટ સીએસકે એ આપ્યો છે. ફાફ ડુપ્લેસિસના અંતિમ બોલ પર વેંકટેશ અય્યરે શિવમ માવીના હાથે કેચ કરાવ્યો હતો, ડુપ્લેસીએ 59 બોલમાં 7 ચોગ્ગા અને 3 સિક્સર પણ ફટકારી હતી. મોઇન અલીએ 20 બોલમાં 37 રન બનાવી અણનમ રહ્યો હતો. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે આજે પોતાની તાબડતોડ ઇનિંગના કારણે ઓરેંજ કેપ પર કબજો કરી લીધો છે. આજની મેચમાં ગાયકવાડે 32 રન બનાવ્યા હતા. તેણે આઇપીએલ 2021ની 16 મેચોમાં 635 રન બનાવી ઓરેન્જ કેપ પર કબજો કરી લીધો છે.

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ચેન્નઇની ટીમે ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું છે. ધોનીની આગેવાનીમાં CSKએ ચોથી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે ટીમે 2012ની IPL ફાઇનલમાં KKRને હારનો બદલો પણ લીધો છે. પ્રથમ બેટિંગ કરતા CSKએ 3 વિકેટે 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં કેકેઆરની ટીમ માત્ર 165 રન જ બનાવી શકી હતી. CSK ઓપનર ફાફ ડુ પ્લેસિસે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આજે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ દશેરાના દિવસે કેપ્ટન કૂલની આક્રમક બેટિંગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે ધોની સંભવિત છેલ્લી વખત પીળી જર્સીમાં આજે રમશે. આંકડા ઉપર નજર નાખીએ તો ચેન્નઇની ટીમ 12 સિઝનમાં નવ વખત ફાઇનલમાં પહોંચી છે. ચેન્નઇએ ત્રણ વખત ટાઇટલ જીત્યા છે અને પાંચ વખત ફાઇનલમાં હારી છે. બીજી તરફ કોલકાતાએ બંને વખત ટાઇટલ કેપ્ટન ગૌતમ ગંભીરના નેતૃત્વમાં જીત્યા હતા. ફાઇનલ સુધી પહોંચવાની કળા ચેન્નઇથી વધારે કોઈ ટીમ જાણતી નથી.

ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઇએ 14 મેચમાં નવ વિજય હાંસલ કરીને 18 પોઇન્ટ મેળવ્યા હતા અને ટીમ ટોપ-2માં રહી હતી. આ સ્થિતિમાં ચેન્નઇને ક્વોલિફાયર-1મા રમવાની તક મળી હતી, જેના કારણે તે દિલ્હીને હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી હતી. બેટ્સમેન તરીકે ધોનીએ 15 મેચની 11 ઇનિંગ્સમાં ચાર વખત અણનમ રહીને કુલ 114 રન બનાવ્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ 18 રનનો રહ્યો હતો. ધોનીની એવરેજ માત્ર 16.28ની તથા સ્ટ્રાઇક રેટ 106.54નો રહ્યો હતો.

કોલકાતા પાસે વર્લ્ડકપ ચેમ્પિયન કેપ્ટન છે જેણે મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમને બદલી નાખી છે. ઘણાનું માનવું છે કે, મોર્ગનના સ્થાને આન્દ્રે રસેલને કેપ્ટનપદ સોંપવું જોઈએ પરંતુ ટીમ મેનેજમેન્ટે મોર્ગન ઉપરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. શરૂઆતથી જ શુભમન ગિલ પાસે જ ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી અને આખરે તેણે સ્કોર નોંધાવવાનું શરૂ કરી દીધું છે. વેંકટેશ ઐયર ઉપરનો વિશ્વાસ પણ યથાર્થ સાબિત થયો છે.

પ્રત્યેક સિઝનમાં CSK  અને KKR નું પ્રદર્શન

વર્ષ ચેન્નઇ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ
2008 બીજું છઠ્ઠું
2009 ચોથું આઠમું
2010 ચેમ્પિયન છઠ્ઠું
2011 ચેમ્પિયન ચોથું
2012 રનર્સ-અપ ચેમ્પિયન
2013 રનર્સ-અપ સાતમું
2014 ત્રીજું  ચેમ્પિયન
2015 રનર્સ-અપ પાંચમું
2016 સસ્પેન્ડ  ચોથું
2017 સસ્પેન્ડ  ત્રીજું
2018 ચેમ્પિયન ત્રીજું
2019 રનર્સ-અપ પાંચમું
2020 સાતમું પાંચમું

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો