IPL 2021 Varun Chakravarthy got 2 in 2, but first was a no ball and second was free hit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: 2 બોલમાં 2 કેચ પકડ્યા છતા બંને બેટ્સમેન NOT OUT

IPL 2021: 2 બોલમાં 2 કેચ પકડ્યા છતા બંને બેટ્સમેન NOT OUT

 | 10:14 pm IST
  • Share

  • IPL 2021ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગજબનું દ્રશ્ય
  • DCના બે બેટ્સમેન UOT છતા NOT OUT
  • વરૂણ ચક્રવર્તીની ઓવરમાં જોવા જેવી થઇ

આઇપીએલ 2021માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલ ક્વોલિફાયર-2 મુકાબલામાં ગજબનું દ્રશ્ય જોવા મળ્યું હતું. બે બોલમાં બે અલગ-અલગ બેટ્સમેન ‘કેચ આઉટ’ થયા હતા પરંતુ બંન્ને અસલમાં આઉટ થયા ન હતા. આ વાત થોડી આશ્ચર્યજનક છે પરંતુ આઇપીએલમાં તમામ વસ્તુ બની શકે છે.

વરૂણ ચક્રવર્તીની ઓવરમાં એવું શું થયું?

ખરેખર કોલકાતા વિરૂદ્ધ જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે 17મી ઓવરમાં વરૂણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યો હતો. ઓવરનો ચોથો બોલ જ્યારે તેણે નાંખ્યો ત્યારે દિલ્હીના હેટમાયરે શૉટ માર્યો અને બાઉન્ડ્રી પર શુભમન ગિલે એક શાનદાર કેચ પકડી લીધો હતો. આ દરમિયાન હેટમાયર પેવેલિયન તરફ ચાલ્યો પણ ગયો હતો, પરંતુ અમ્પાયરે તેને રોકી લીધો હતો અને બાદમાં ખબર પડી કે આ નો બોલ હતો. આમ આઉટ થયેલા હેટમાયરને જીવનદાન મળ્યું હતું.

 નોબોલ બાદ ફ્રી-હીટ

પરંતુ તેના પછી વધુ એક વખત એવું થયું, જ્યારે હેટમાયર પરત આવ્યો તે શ્રેયસ અય્યર સાથે ક્રીઝ બદલી ચૂક્યો હતો. આવામાં નોબોલ બાદ ફ્રી-હીટ હતું. શ્રેયસ અય્યર આ બોલ પર મોટો શોટ રમ્યો, પરંતુ પોઇન્ટની પાસે ઇયોન મોર્ગને તેનો કેચ પકડી લીધો. હવે આ ફ્રી-હીટ હતું એટલે આ પણ નોટઆઉટ રહ્યું. કારણ કે ફ્રી-હીટ પર રનઆઉટ જ માન્ય રહે છે.

આવામાં કોલકાતાએ બે બોલ પર બે વિકેટ જરૂરથી લીધી, પરંતુ એક પણ બેટ્સમેન આઉટ થયો નહીં. જીવનદાન મળ્યા બાદ શિમરોન હેટમાયરે સિક્સરનો વરસાદ લાવી દીધો. શારજાહમાં રમાયેલ આ મુકાબલામાં પિચ ખુબ જ સ્લો રહી, આવામાં મોટા શોટ રમવું ખુબ જ મુશ્કેલ રહ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો