IPL team Mumbai Indians teammate Aditya Tare made a surprise entry in Arjun Tendulkar hotel room
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • અર્જુન તેંડુલકરના હોટલના રૂમમાં ‘સરપ્રાઇઝ ચેકિંગ’, મળ્યો આવો સામાન

અર્જુન તેંડુલકરના હોટલના રૂમમાં ‘સરપ્રાઇઝ ચેકિંગ’, મળ્યો આવો સામાન

 | 6:20 pm IST
  • Share

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે 24 સપ્ટેમ્બરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે તેની IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સાથી આદિત્ય તારેએ તેની હોટલના રૂમમાં સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી.

અર્જુનના રૂમમાં ‘ધાડ’

મુંબઈ ઇન્ડિયન્સે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો છે,‘અમારા બર્થ-ડે બોયના રૂમમાં ધાડ. આદિત્ય તારેએ પોતાના સાથી ખેલાડી અર્જુન તેંડુલકરના રૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી.

અર્જુનના લોકરમાં શું મળ્યું?

આ વીડિયોમાં અર્જુન તેંડુલકરના હોટલના રૂમની ઝલક બતાવવામાં આવી હતી. અર્જુને તેનું લોકર ખોલીને બતાવ્યું હતું. જેમા પાસપોર્ટ ઉપરાંત, તેમાં મસાલેદાર ઓટ્સ, ઇંડા, શાકભાજી અને મસાલેદાર મગફળી મળી આવી હતી. અર્જુન તેને લોકરમાં રાખે છે કારણ કે તેના સાથીઓ ઘણીવાર તેને ખાયને ખતમ કરી નાંખે છે.

અર્જુન IPL માં ક્યારે ડેબ્યૂ કરશે?

આ વર્ષની IPLની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે અર્જુન તેંડુલકરને ઓક્શનમાં ખરીદ્યો છે. જોકે આ ફાસ્ટ બોલરને વર્તમાન સિઝનમાં એક વખત પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. આ મેગા ટી-20 લીગમાં તે ક્યારે પદાર્પણ કરે છે તે જોવાનું રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો