યૂટ્યૂબની મદદથી બોલિંગ શીખનાર "આ" છે IPLનો સૌથી યુવાન ખેલાડી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • યૂટ્યૂબની મદદથી બોલિંગ શીખનાર “આ” છે IPLનો સૌથી યુવાન ખેલાડી

યૂટ્યૂબની મદદથી બોલિંગ શીખનાર “આ” છે IPLનો સૌથી યુવાન ખેલાડી

 | 2:16 pm IST
  • Share

મોહાલીના પીએસએ સ્ટેડિયમ પર કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે રમવામાં આવેલ મેચમાં 17 વર્ષના અફગાનિસ્તાનના સ્પીનરે પહેલી બોલ ફેંકતા જ નવો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. યુવાન લેગ સ્પિનર મુજીબ-ઉર-રહમાને દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂધ્ધ IPL-11માં પોતાનું ડેબ્યુ કર્યું છે. આ સાથે જ સૌથી નાની ઉંમરે IPLમાં ડેબ્યૂ કરનાર ખેલાડી બની ગયો છે. ખાસ વાત એ છેકે આ ખેલાડીએ યુટ્યૂબની મદદથી બોલિંગ શીખી હતી.

મુજીબે માત્ર 17 વર્ષ 11 દિવસની ઉંમરે IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. દુનિયાની નંબર-1 ટી-20માં ડેબ્યૂ કરનાર મુજીબ સૌથી યુવાન ક્રિકેટર બની ગયો છે. પોતાની પહેલી જ ઓવરમાં તેને કોલિન મુનરોને આઉટ કર્યો હતો. મુનરો ટી-20 માટે ખતરનાક ખેલાડી ગણવામાં આવે છે. તેની વિકેટ લઈ આ યુવા ખેલાડી ચર્ચામાં છે. મુજીબે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 2 વિકેટ મેળવી હતી. તેને પંજાબની ટીમે 4 કરોડમાં ખરીદ્યો છે.

અફગાનિસ્તાનના બોલર મુજીબના અનુસાર, તેના દેશમાં ક્રિકેટ માટે કોઈ પણ અનુકૂળ પરિસ્થિતિઓ ન હતી. તેવી સ્થિતિમાં તેણે યુટ્યૂબની મદદથી દિગ્ગજ બોલરોને જોઈને બોલિંગ શીખ્યો હતો. ખાસ વાત એ પણ છેકે તે પંજાબ ટીમના કેપ્ટન અશ્વિન અને અજંતા મેન્ડિસથી પ્રભાવિત થયો હતો. તેણે આ અંગે કહ્યું કે આ બંને બોલરો પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

મુજીબનો જન્મ 28 માર્ચ 2001ના થયો હતો અને તેને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 ડિસેમ્બર 2017ના ડેબ્યૂ કર્યો હતો. આ પ્રમાણે જો જોવમાં આવે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21મી સદીનો તે પહેલો ક્રિકેટર છે. તેને અફગાનિસ્તાન તરફથી 15 વન-ડેમાં 35 વિકેટ લીધી છે. U-19 વર્લ્ડ કપમાં પોતાના જોરદાર પરર્ફોમન્સથી દિગ્ગજોના ધ્યાનમાં આવી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન