IRCTC tour package visit south india in december travel
  • Home
  • Featured
  • દક્ષિણ ભારત ફરવા માટે આવી ગયું IRCTCનું આ એર ટૂર પેકેજ

દક્ષિણ ભારત ફરવા માટે આવી ગયું IRCTCનું આ એર ટૂર પેકેજ

 | 3:19 pm IST
  • Share

  • દક્ષિણ ભારત ફરવા માટે આવી ગયું છે આ ટૂર પેકેજ 

  • IRCTCના આ પેકેજ વિશે જાણો બધી જ વિગતો 

જો તમે આ શિયાળાની સિઝનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ શિયાળામાં તમારી પાસે દક્ષિણ ભારતને વધુ નજીકથી જોવાની તક છે. અહીં તમે દક્ષિણ ભારતની આર્કિટેક્ચર, સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાગત વારસો જોઈ શકો છો. ઉટી, મૈસૂર અને કુન્નૂરની સુંદરતા વચ્ચે, તમને ભવ્ય પ્રાચીન મંદિરો અને દક્ષિણ ભારતના ભવ્ય વારસાને જોવાનો મોકો મળી રહ્યો છે.

IRCTCના આ પેકેજ હેઠળ, તમે મૈસુર, ઉટી અને કુન્નૂરની મુલાકાત લઈ શકો છો. IRCTC આ ત્રણેય સ્થળોની મુલાકાત લેવા માટે એર ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. આ ટૂર પેકેજનું નામ છે SOUTHERN SOJOURN – MYSORE OOTY & COONOR. તો ચાલો જાણીએ આ ટૂર પેકેજ વિશે બધું…

ટુર પેકેજનું નામ: Southern Sojourn-Mysore Ooty & Coonor

ડેસ્ટિનેશન કવર- મૈસુર, ઉટી અને કુન્નૂર

મુસાફરી મોડ- એસી ટેમ્પો ટ્રાવેલર/સિમિલર

મુસાફરીની તારીખ – 29.12.21 થી 02.01.22

ક્લાસ- ડીલક્સ

કેટલાનું છે આ ટૂર પેકેજ –

IRCTCના ચાર રાત અને 5 દિવસના આ એર ટૂર પેકેજ માટે તમારે 25,460 રૂપિયા ખર્ચવા પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો