Coronavirus: is Lockdown Will be Till June End? States Request To Central
  • Home
  • Corona live
  • તો શું જૂન સુધી દેશભરમાં રહેશે લોકડાઉન? લગ્નો, શાળા-કૉલેજો પર લાગશે પ્રતિબંધ!

તો શું જૂન સુધી દેશભરમાં રહેશે લોકડાઉન? લગ્નો, શાળા-કૉલેજો પર લાગશે પ્રતિબંધ!

 | 7:19 pm IST

મહામારી કોરોના વાયરસનાં વધતા કેસ પર લગામ લગાવવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યું છે. 14 એપ્રિલનાં ખત્મ થઈ રહેલા લોકડાઉનમાં અત્યારે એક અઠવાડિયાનો સમય બાકી છે, પરંતુ લોકોનાં મનમાં પ્રશ્ન છે કે શું લોકડાઉન વધારવામાં આવશે કે પછી 14 એપ્રિલ સુધી રહેશે? આ દરમિયાન રાજ્ય સરકારો અને નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવા માટે અપીલ કરી છે. કેન્દ્ર સરકાર આ વિશે વિચાર કરી રહી છે.

રાજ્યોએ લોકડાઉનને લંબાવાની ભલામણ કરી છે

અત્યારે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જૂન સુધી સ્કૂલ અને ધાર્મિક આયોજનો પર સંપૂર્ણ રીતથી રોક વધારવા પર નિર્ણય થઈ શકે છે. તો ઑફિસરોનાં ટ્રાન્સફર પણ 6 મહિના સુધી ટાળવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોનાં કહ્યા પ્રમાણે રાજ્ય સરકારો અને નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર આ વિશે વિચાર કરી રહી છે. વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરિય સમિતિઓની સામે અનેક રાજ્યોએ પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં રાજ્યોએ લોકડાઉનનાં વિસ્તારની ભલામણ કરી છે.

 ધાર્મિક ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે

રાજ્યોથી મળેલા ફીડબેકમાં તમામ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનું પણ સામેલ છે. રાજ્યોનું કહેવું છે કે પ્રતિબંધ તમામ ધર્મો માટે લાગુ થાય અને આમાં કોઈ છૂટ ના હોવી જોઇએ. રાજ્યોનું એ પણ કહેવું છે કે સ્કૂલ અને કૉલેજ કોઈપણ અપવાદ વગર જૂન સુધી બંધ રહેવી જોઇએ. સરકારી ક્ષેત્રમાં તમામ સ્થળાંતરણ અને પોસ્ટિંગને 6 મહિના સુધી ટાળી દેવામાં આવે, કેમકે આવુ કરવા પર મોટા પ્રમાણમાં ભીડ સામેલ થશે.

સાર્વજનિક કાર્યોને લોકડાઉન અંતર્ગત બંધ રાખવા જોઇએ: રાજ્યો

સ્થિતિમાં સુધારો થવા સુધી હોટલ, રેસ્ટોરન્ટ અને બાર સંપૂર્ણ બંધ રહેશે. જ્યાર સુધી સ્થિતિમાં સુધારો નથી થતો ત્યાં સુધી લગ્ન, અંતિમ સંસ્કાર અને કૉર્પોરેટ ટાઉન હૉલ બેઠક જેવા સાર્વજનિક કાર્યોને લોકડાઉન અંતર્ગત બંધ રાખવા જોઇએ. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી સહિત અનેક પ્રદેશોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેલંગાનાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે લોકડાઉનને વધારે 2 અઠવાડિયા સુધી વધારવામાં આવે. કેસીઆરે જે રિપોર્ટનાં આધાર પર આ સલાહ આપી હતી તેમાં 2 જૂન સુધી લોકડાઉન લાગુ કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં 11 એપ્રિલે હિટવેવની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન