J & Kમાં પૂર્વ IAS ઓફિસર શાહ ફૈઝલ સામે PSA હેઠળ કેસ - Sandesh
  • Home
  • India
  • J & Kમાં પૂર્વ IAS ઓફિસર શાહ ફૈઝલ સામે PSA હેઠળ કેસ

J & Kમાં પૂર્વ IAS ઓફિસર શાહ ફૈઝલ સામે PSA હેઠળ કેસ

 | 6:34 am IST

। શ્રીનગર ।

જમ્મુ એન્ડ કાશ્મીરનાં પૂર્વ IAS ઓફિસર અને રાજકારણમાં પ્રવેશીને નવો પક્ષ જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટનાં વડા શાહ ફૈઝલ સામે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ કેસ કરવામાં આવ્યો છે. તેઓ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવાની સતત ટીકા કરતા હતા.  શુક્રવારે રાત્રે તેમની સામે PSA હેઠળ કેસ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જે એન્ડ કેનાં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા તેમજ મહેબૂબા મુફ્તી સામે PSA લગાવ્યામાં આવ્યા પછી ફૈઝલ સામે આ કાયદા હેઠળ પગલાં લેવાશે. તેમની સામે લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો આરોપ લગાવાયો છે. કાશ્મીરમાં શાંતિ જળવાઈ રહે અને રાજકીય નેતાઓ હિંસા ભડકાવે નહીં તે માટે કેટલાક નેતાઓ સામે PSAનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગયા વર્ષે ૧૩ અને ૧૪ ઓગસ્ટે શાહ ફૈઝલ ઈસ્તંબૂલ જવા રવાના થતા હતા તે પહેલા તેમને પકડીને શ્રીનગર લાવવામાં આવ્યા હતા અને ધરપકડ કરાઈ હતી.

બીજી બાજુ મુરાદાબાદનાં સત્તાવાળાઓ દ્વારા શાયર અને કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢીને ૧૪૪મી કલમનો ભંગ કરવાનાં મામલે રૂ. ૧,૦૪,૮૦૦૦ની નોટિસ બજાવવામાં આવી છે. ઇમરાન પ્રતાપગઢીએ ઈદગાહ વિસ્તારમાં એક સભાને સંબોધી હતી આથી તેમને દંડ કરાયો છે. CAAનાં વિરોધમાં લોકોને ભડકાવવાનો અને કલમ ૧૪૪નો ભંગ કરવાનો તેમની સામે આરોપ છે.

ફૈઝલે શું કહ્યું હતું?

પૂર્વ આઈએએસ ઓફિસર ફૈઝલે કલમ ૩૭૦ હટાવ્યા પછી એવી ટિપ્પણી કરી હતી કે કાશ્મીરમાં અસાધારણ અને અનિચ્છનીય રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે અને તેની ૮૦ લાખની વસતીને બંદી બનાવી દેવામાં આવી છે. ફૈઝલની ધરપકડની છ મહિનાની મુદત પૂરી થઈ રહી હતી તેથી તકેદારીનાં પગલાંરૂપે તેમની સામે PSA લગાવાયો હતો.

જન સુરક્ષા કાયદો શું છે?

પબ્લિક સેફ્ટી એક્ટ એટલે કે જન સુરક્ષા કાયદો જે લોકો રાજ્યમાં સુરક્ષા અને શાંતિ ડહોળાવે કે ખતરામાં મૂકે તેમની સામે લાગુ પાડવામાં આવે છે. ૧૯૭૮માં શેખ અબ્દુલ્લા દ્વારા તેને અમલી બનાવાયો હતો. તે પછી ૨૦૧૦માં તેમાં સુધારા કરાયા હતા. કોઈપણ જાતની ટ્રાયલ વિના કોઈપણ વ્યક્તિને વધુમાં વધુ ૨ વર્ષ જેલમાં પૂરવાની તેમાં જોગવાઈ છે.

કોની કોની સામે PSA એક્ટ લગાવાયો?

જે એન્ડ કેમાં ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, સરતાજ મદની, હિલાલ લોન, અલી મોહમદ સાગર અને નઈમ અખ્તર સામે PSA કાયદા હેઠળ કેસ કરાયો છે.

મુરાદાબાદમાં સીએએના વિરોધ પ્રદર્શનમાં શાયરી લલકારવાનો આરોપ

મુરાદાબાદનાં સત્તાવાળાઓ દ્વારા શાયર અને કોંગ્રેસ  નેતા ઇમરાન પ્રતાપગઢીને ૧૪૪મી કલમનો ભંગ કરવાનાં મામલે  રૂ. ૧,૦૪,૦૮,૦૦૦ની નોટિસ બજાવવામાં આવી છે. ઇમરાન પ્રતાપગઢીએ  ઈદગાહ વિસ્તારમાં એક સભાને સંબોધી હતી આથી તેમને દંડ  કરાયો છે. CAAનાં વિરોધમાં લોકોને ભડકાવવાનો અને કલમ  ૧૪૪નો ભંગ કરવાનો તેમની સામે આરોપ છે. એમાં રોજ ૧૩.૪૨ લાખ રૂપિયાનો ખર્ચ અંદાજીને હિસાબ લગાવવામાં આવ્યો છે અને ૧ કરોડ ૪ લાખ ૮ હજાર રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ સ્થળે ઈમરાન પ્રચાપગઢીને સભાને સંબોધન કરવાની મંજૂરી આપી નહોતી. તેમ છતાં ઈમરાન પ્રતાપગઢીએ ભીડને સંબોધીને CAA વિરોધી શાયરી લલકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન