Jack Ma Company Ant Group And Alibaba Valuation half in just 8 months
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ચીની રાષ્ટ્રપતિ સામે બોલવું જેક માને ભારે પડ્યું, 8 મહિનામાં જ સંપત્તિ અડધી થઈ ગઈ

ચીની રાષ્ટ્રપતિ સામે બોલવું જેક માને ભારે પડ્યું, 8 મહિનામાં જ સંપત્તિ અડધી થઈ ગઈ

 | 2:19 pm IST
  • Share

દુનિયાના 25મા સૌથી અમીર વ્યક્તિ રહી ચૂકેલા જેક માનું સામ્રાજ્ય ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે. ચીની સરકાર સામે પડવાને કારણે એક વર્ષ પહેલાં જે સામ્રાજ્યનું વેલ્યુએશન 1326 અરબ ડોલર હતું તે આજે ઘટીને અડઘું થઈ ગયું છે. ખાસ કરીને ANT ગ્રૃપનો કારોબાર પૂરી રીતે ચોપટ થઈ ગયો છે. પહેલાં તેનો IPO કેન્સલ થયો, પછી કંપનીના કારોબારનું વેચાણ થવું. હવે જેક માનો આગળનો રસ્તો કઠણ છે. એક એક કરીને ગ્રૃપ પર તેમનું નિયંત્રણ ખતમ થઈ રહ્યું છે. અને પોતાની ભાગીદારી વેચવી પડી રહી છે.

અલીબાબાનું વેલ્યુએશન ઓક્ટોબર 2020માં 857 અરબ ડોલર હતું જે આજે ઘટીને 588 અરબ ડોલર પર આવી ગયું છે. તો એન્ટ ગ્રૃપનો ગત વર્ષ આઈપીઓ આવતો તો તે દુનિયાનો સૌથી મોટી ઓફર થઈ શકતી હતી. પણ ખરા સમયે જ તે કેન્સલ થઈ ગયો અને સાથે જ જેક માની દુર્દશાના દિવસો શરૂ થયા. આઈપીઓની સાથે એન્ટ ગ્રૃપનું વેલ્યુએશન 470 અરબ ડોલર હોત પણ આજે તે ફક્ત 108 અરબ ડોલરનું રહી ગયું છે.

ક્યાં થઈ ભૂલ?

જેક માએ ગત વર્ષે એક મોટી ભૂલ કરી જ્યારે તેમણે ચીની રાષ્ટ્રપતિની ટીકા કરી હતી. જેક માએ ચીની સરકારને અપીલ કરી હતી કે વ્યવસ્થામાં એવો બદલાવ કરવામાં આવે કે જે નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયાસને કચડવાની કોશિશ ન કરે. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને વૃદ્ધોનો ક્લબ ગણાવ્યું હતું. જેક માનું આ ભાષણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને ન ગમ્યું અને બાદમાં જેક માની કંપનીઓને નિશાન બનાવવામાં આવી.

એક વર્ષ પહેલાં જેક મા ચીનના સૌથી અમીર વ્યક્તિ હતા. તેમણે ચીનની સૌથી મોટી ટેક કંપની અલીબાબા અને દુનિયાની સૌથી મોટી ફિનટેક કંપની એન્ટ ગ્રૃપનું નિર્માણ કર્યું હતું. ચીની સરકાર સામે બાંયો ચડાવતાં જ એન્ટ ગ્રૃપનો આઈપીઓ કેન્સલ થઈ ગયો. આ ઉપરાંત જેક માની ચીની મીડિયા સેક્ટરમાં એન્ટ્રી કરવાને લઈને પણ ચીની સરકાર ખફા હતી.

જેક માની 118 વર્ષ જૂના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટનું અધિગ્રહણ કરતાની સાથે મીડિયા ક્ષેત્રમાં પોતાના પગ મૂક્યો હતો. સરકારના સ્વામિત્વવાળી શાંઘાઈ મીડિયા ગ્રૃપ, વીબો પ્લેટફોર્મ જેવી અનેક ડિજિટલ અને પ્રિન્ટ મીડિયામાં તેમની ભાગીદારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન