Jagatpur Crossing: Controversy erupted over Siddhi Group raising its hand to give 25% amount
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જગતપુર ક્રોસિંગઃ સિદ્ધિ ગ્રૂપે 25% રકમ આપવા અંગે હાથ ઊંચા કર્યાનો વિવાદ વકર્યો, વર્તુળોમાં મોટી ચર્ચા શરૂ

જગતપુર ક્રોસિંગઃ સિદ્ધિ ગ્રૂપે 25% રકમ આપવા અંગે હાથ ઊંચા કર્યાનો વિવાદ વકર્યો, વર્તુળોમાં મોટી ચર્ચા શરૂ

 | 9:01 am IST
  • Share

ચાંદલોડિયામાં જગતપુર રેલવે ક્રોસિંગ પર PPE ધોરણે ઓવરબ્રિજ બનાવવા માટે ૨૫ ટકા ફાળો આપવા કમિટમેન્ટ કરીને ફરી ગયેલ સિદ્ધિ ગ્રુપે ૨૫ ટકા ફાળો આપવા હાથ ઉંચા કરી દેવા અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં બીજી વાર રજૂ થયેલી દરખાસ્ત નેક્સ્ટ કરવામાં આવતા આ અંગેનો વિવાદ વધુ વકર્યો છે. જગતપુર રેલવે ક્રોસિંગમાં ૨૫ ટકા ફાળો આપવાનું કમિટમેન્ટ કરીને ફરી ગયેલા સિદ્ધિ ગ્રુપ વિરૂદ્ધ પગલાં લેવાને બદલે છસ્ઝ્ર તંત્ર અને મ્યુનિ. ભાજપના શાસકો સિદ્ધિ ગ્રુપને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સિદ્ધિ ગ્રુપે ઔડામાં તેના પ્લાન પાસ કરાવી આપવામાં આવે તો ૨૫ ટકા ફાળો આપવા તૈયારી દર્શાવી હોવા અંગે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં તેનાથી તદ્દન અજાણ હોવાનું જણાવીને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ આ મામલે મિડીયાને અંધારામાં રાખવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેરમેન અને મ્યુનિ. અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. 

આ મામલે પ્રશ્ન પૂછતાં ચેરમેન મહાદેવ દેસાઈ, મને ખબર નથી, હું જાણતો નથી, અધિકારી સાથે આ અંગે ચર્ચા થઈ નથી, ૨૫ ટકા રકમ નહીં આપવા અંગે સિદ્ધિ ગ્રુપનો બદઈરાદો હતો કે નહીં, તે તપાસ કરાશે, વગેેરે જેવા ઉડાઉ જવાબો આપે છે. છેલ્લી ત્રણ કમિટીથી આ કામ લાવવામાં આવે છે, કામની ફાઈલ ચેરમેન પાસે છે, અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવા છતાં વિગતો અને માહિતી ન હોવાનું કહીને મહાદેવ દેસાઈ કોને બચાવવા માંગે છે ? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

સિદ્ધિ ગ્રુપે આર્થિક સ્થિતિ કથળી હોવાનું બહાનું આગળ ધરીને ખર્ચ આપવાનો ઈન્કાર કર્યો હતો અને ઔડામાં સબમીટ કરેલી તેની સ્કીમોના પ્લાન ઝડપથી પાસ કરાવી આપવામાં આવે તો આ ૨૫ ટકા રકમ આપવા ફરીથી વિચારણા કરવાની રજૂઆત કરીને સોદાબાજી કરવા, છસ્ઝ્રને બ્લેકમેઈલ કરવા તેમજ ભાજપના શાસકો અને તંત્રનું ‘નાક દબાવ્યું’ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન