Jagdish Thakor became the President of Gujarat Congress
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા જગદીશ ઠાકોર

 | 1:24 pm IST
  • Share

  • આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે

  • કોંગ્રેસ પક્ષમાં અસમંજસ સ્થિતિમાં હતી

  • જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા

 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર બન્યા છે. તેમજ આજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. તથા આજે પાર્ટીના મહાસચિવે સત્તાવાર જાહેરાત કરી છે. નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર શુક્રવારે બપોરે ત્રણ વાગે દિલ્હીથી અમદાવાદ પરત પહોચશે.

કોંગ્રેસ પક્ષમાં અસમંજસ સ્થિતિમાં હતી

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની પંસદગી કરાઇ છે. આ સાથે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તાપી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઇ છે. છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ પક્ષમાં અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. હવે કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી મંથન કરી રહી હતી. જેમાં આજે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની પંસદગી કરાઇ છે. તેમાં નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યાં છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

સૌ પ્રથમ હાર્દિક પટેલના નામની ચર્ચા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુક્તિ કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત મંડાઇ હતી. સૌ પ્રથમ હાર્દિક પટેલના નામની ચર્ચા હતી. જેનો ખુદ સિનિયર ધારાસભ્યોએ જ વિરોધ કર્યો હતો. જેથી હાઇમાન્ડે આ વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો