Jalandhar Residents Get View Himalayan Range , Lockdown Clears Air
  • Home
  • Corona live
  • વહેલી સવારે જલંધરના લોકોએ જોયું તો આકાશમાં ચમત્કાર દેખાયો, તસવીરની ચારેકોર ચર્ચા

વહેલી સવારે જલંધરના લોકોએ જોયું તો આકાશમાં ચમત્કાર દેખાયો, તસવીરની ચારેકોર ચર્ચા

 | 7:02 am IST

કોરોનાવાયરસના લીધે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે. જેના કારણે દેશભરમાં ચાલતા કારખાનાઓ થોડા સમય માટે બંધ થઇ ગયા છે. તેના લીધે હાઈવે પર દોડતા વાહનો થોભી ગયા છે, રસ્તા પર અવર-જવર બંધ છે, લોકો ઘરની બહાર ના નીકળતા પર્યાવરણને ઘણો ફાયદો થયો છે. આથી જ જાણે પંજાબના જલંઘરમા અચાનક એક ચમત્કાર જોવા મળ્યો. જી હા પ્રદૂષણનું સ્તર સુધરી રહ્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જલંધરમાં જોવા મળ્યું. વહેલી સવારે લોકોએ પોતાના ઘરની બહારનું દ્રશ્ય જોયું તો ચોંકી ઉઠ્યા. જી હા હિમાલય પર્વતનો નજારો જલંધરથી જોવા મળ્યો, જે ત્યાંથી લગભગ 190 કિલોમીટર દૂર છે.

સવારે જલંધરના લોકો ઘરની બહાર આવ્યા ત્યારે તેઓ દંગ રહી ગયા. આવું એટલા માટે થયું કારણ કે હિમાલયના સફેદ બરફના પર્વતોનું દ્રશ્ય તેમના ઘરમાંથી સ્પષ્ટ જોઈ શકાતું હતું. જલંધરના રહેવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા દૂરથી પર્વતોને જોવા કેવી રીતે શક્ય છે.

આપને જણાવી દઇએ કે કે હિમાલયના આ સફેદ પર્વતો જલંધરથી આશરે 190 કિમી દૂર મોકલોટગંજથી જોઇ શકાય છે. પરંતુ જલંધરના વાદળી આકાશમાં આજે જોવામાં આવેલી આ તસવીરોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ક્રિકેટર હરભજન સિંહે પણ આની તસવીર શેર કરી છે.

જલંધરના લોકોનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે પંજાબ સહિત સમગ્ર દેશમાં ફેલાયેલા પ્રદૂષણ ધીરે ધીરે ખત્મ થઈ રહ્યું છે. જેના કારણે અત્યારે વાતાવરણમાં તાજી અને શુધ્ધ હવાનો અનુભવ થાય છે. વાતાવરણ હવે બિલકુલ ચોખ્ખું થઇ ગયું છે. હવે તેઓને શુધ્ધ હવા મળી રહી છે અને તેમના જીવનકાળનો સમય થોડોક વધુ વધી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના વાયરસ વચ્ચે આવ્યું નવું સોંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન