જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ૩ આતંકીઓ ઠાર   - Sandesh
  • Home
  • India
  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ૩ આતંકીઓ ઠાર  

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ૩ આતંકીઓ ઠાર  

 | 2:34 am IST

। શોપિયાં ।

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયાંમાં હિઝબુલના ૩ આતંકીઓ છુપાયા હોવાની ખબર મળતાં સુરક્ષાદળો સજ્જ થયાં હતાં અને જે વિસ્તારમાં છુપાયા હતા જ્યાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળોના જવાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં ૩ આતંકીઓ ઠાર થયા હતા. એક આતંકવાદીની ઓળખ આદિલ અહેમદ તરીકે થઈ છે. જે ૨૦૧૮ માં પોલીસ અધિકારી તરીકે તૈનાત હતો તેણે વાચીના તત્કાલિન ધારાસભ્ય એઝાઝ અહેમદ મીરના રહેઠાણ ખાતેથી ૭ એકે રાઈફલ લઈને ફરાર થઈ ગયો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે બાકીના બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

બીજી તરફ પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. પુલવામાના નેવા ગામ ખાતે થયેલા હુમલામાં સદનસીબે કોઈ

વારાણસીમાંથી ISIના એજન્ટની ધરપકડ

યુપી એટીએસે વારાણસીમાંથી આઈએસઆઈના એક એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટ આઈએસઆઈને મહત્વની જાણકારી આપતો હતો. હાલમાં એટીએસ તેની સઘન પૂછપરછ કરી રહ્યું છે. ધરપકડ થયેલા એજન્ટનું નામ રશીદ અહેમદ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કેટલાક ઘરોનો ઉપયોગ ટેરર લોન્ચપેડ તરીકે થઈ રહ્યો હોવાનું ભારતીય લશ્કરે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન