Jamnagar At One person was seriously injured in the accident between Bolero and the rickshaw
  • Home
  • Videos
  • Featured Videos
  • જામનગરમાં રૂવાંટા ઉભા કરી નાંખી હૃદય બંધ કરાવે દે તેવો મોડીરાત્રે થયેલા લાઈવ અકસ્માતનો Video વાયરલ

જામનગરમાં રૂવાંટા ઉભા કરી નાંખી હૃદય બંધ કરાવે દે તેવો મોડીરાત્રે થયેલા લાઈવ અકસ્માતનો Video વાયરલ

 | 10:48 am IST

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક મોડીરાત્રે ઓવરબ્રિજ પર અકસ્માત થયો છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. અહીં જામનગરમાં સમર્પણ સર્કલ નજીક મોડીરાત્રે ઓવરબ્રિજ રોંગ સાઈડમાં જતી રીક્ષા-પીકઅપ વાનનો અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાનો લાઈવ વીડિયો સામે આવતો લોકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યા છે. અકસ્માતમાં રીક્ષા ચાલકની હાલત ગંભીર છે. અકસ્માતમાં એક વ્યકતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં સમર્પણ સર્કલ નજીક મોડી રાત્રે ઓવરબ્રિજ પર બોલેરો અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક વ્યકતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અન્ય એક વાહનચાલકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી.

આ સાથે જ સમગ્ર ઘટનાની CCTVમાં પણ કેદ થઈ હતી. જેમા એક રીક્ષાચાલક રોંગ સાઈડ પર બેફામ રીક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. જેના કારણે અચાનક સામેથી બોલેરો કાર આવતા તે કાર સાથે અથડાયો હતો. હાલમાં રીક્ષા ચાલકની હાલત ગંભીર છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન