Janhvi Kapoor stops Boney Kapoor from removing mask for paparazzi
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાન્હવીએ પિતા બોની કપૂરને જાહેરમાં જ કહ્યું ના ઉતારશો…

જાન્હવીએ પિતા બોની કપૂરને જાહેરમાં જ કહ્યું ના ઉતારશો…

 | 11:28 am IST
  • Share

  • મમ્મી શ્રીદેવીના નિધન પછી જાન્હવી પપ્પાનું રાખે છે ધ્યાન
  • જાહેરમાં બોની કપૂરને બધાની સામે માસ્ક ઉતારતા રોક્યા
  • પાપારાઝીને કહી દીધું કે ખોટી સલાહ ન આપશો

જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી રોજ પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે, જેના પર ફેન્સ કોમેન્ટ કરતા રહે છે. જ્યારે હાલમાં અભિનેત્રી પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી. આ દરમિયાન, તે તેના પિતા માટે ખૂબ પ્રોટેક્ટિવ જોવા મળી હતી. તેની આ સ્ટાઇલ દરેકને ખૂબ પસંદ છે.

જાન્હવી કપૂર અને પિતા બોની કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંનેનો આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. આ દરમિયાન, જ્યારે બોની કપૂર પાપારાઝી માટે પોઝ આપતી વખતે પોતાનું માસ્ક ઉતારે છે, ત્યારે જાહ્નવી તેને આમ કરવાથી રોકે છે અને ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આવી ખોટી સલાહ ન આપો.

 

 
 
 
View this post on Instagram
 
 
 

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે જ્યારે જાન્હવી તેના પિતા બોની કપૂર સાથે એરપોર્ટ છોડે છે, ત્યારે પાપારાઝી તેને પોઝ આપવા વિનંતી કરે છે. આ દરમિયાન, જ્યારે બોની પોતાનો માસ્ક ઉતારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેની પુત્રી જ્હાનવી તેનો હાથ પકડીને તેને આવું ન કરવા કહે છે. આ એરપોર્ટ પર હાજર પાપારાઝી કહે છે – ઓહ કંઇ થશે નહીં. ફોટોગ્રાફરોને સાંભળ્યા બાદ જ્હાનવી કહે છે – આ ખોટી સલાહ ન આપો.

જ્હાન્વી કપૂર આ રીતે તેના પિતા માટે પ્રોટેક્વિવ હોવું બતાવે છે કે માતા શ્રીદેવીના નિધન બાદ તે કેવી રીતે તેના પિતાની સંભાળ રાખી રહી છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’માં જોવા મળી હતી. જ્હાનવી પાસે હવે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ ફિલ્મોમાં ગુડ લક જેરી અને દોસ્તાના 2 જેવા નામ સામેલ છે. બંને ફિલ્મોમાં જ્હાનવી એક રસપ્રદ પાત્ર ભજવતી જોવા મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો