javed akhtar wins richard dawkins award 2020 and he become first indian
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાવેદ અખ્તરે મારી બોલિવૂડની મોટી બાજી, ભારતમાં કોઈને નથી મળ્યો એ એવોર્ડ મળ્યો

જાવેદ અખ્તરે મારી બોલિવૂડની મોટી બાજી, ભારતમાં કોઈને નથી મળ્યો એ એવોર્ડ મળ્યો

 | 10:46 pm IST

બોલિવૂડના દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરને રિચાર્ડ ડોકિન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. જાવેદ અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કરીને આ એવોર્ડ વિશે માહિતી આપી છે.

શબાનાએ ટ્વીટ કર્યું કે, “જાવેદ અખ્તરએ તેમની ટીકાત્મક વિચારસરણી, ધાર્મિક જડતાની તપાસ, માનવ પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા બદલ રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યો છે.”

જાવેદ અખ્તરને તર્કસંગત વિચાર, ધર્મનિરપેક્ષતા અને માનવ વિકાસ તેમજ માનવીય મૂલ્યોની વિચારણા માટે રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ મળ્યો છે. તે જ સમયે બોલિવૂડ હસ્તીઓ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ વર્ષ 2003થી આપવામાં આવે છે. તે એવા વ્યક્તિને આપવામાં આવે છે જે જાહેરમાં તર્કસંગતતા, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક વિશ્વાસના મૂલ્યો જાળવવા માટે ઉદ્ઘોષણા કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પબ્લિક અન્ડરસ્ટેન્ડિંગના સાયન્સ પ્રોફેસર રિચાર્ડ ડોકિન્સના નામ પર આ એવોર્ડ રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન