Jayanti Ravi from fall down stairs in Patan core committee meaning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • રૂપાણીની સ્પીચ દરમિયાન જ અચાનક જયંતિ રવિ ઢળી પડ્યા, Video આવ્યો સામે

રૂપાણીની સ્પીચ દરમિયાન જ અચાનક જયંતિ રવિ ઢળી પડ્યા, Video આવ્યો સામે

 | 2:06 pm IST
  • Share

રાજ્યભરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ઠેર-ઠેર લોકો સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યા છે. કોરોનાનો કહેર વધવાને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે કોરોનાના વધતા સંક્રમણને લઇને આજે કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક પાટણમાં યોજાઇ હતી. જેમા અચાનક જયંતી રવિ સીડી પરથી લપસી ગયા હતા.

પાટણ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ કોર કમિટીની બેઠક યોદાઇ હતી, જેમા સીએમ રૂપાણી, જયંતી રવિ, DYCM નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન અચાનક સીએમ વિજય રૂપાણીની સ્પીચ વખતે આરોગ્ય સચિવ જયંતી રવિનો સીડી પરથી પગ લપસ્યો હતો. તેમનો પગ લપસતા તેઓ સીડી પરથી ઢળી પડ્યા હતા.

જોકે, તરત જ જયંતી રવિ ઢળી પડકા અધિકારીઓએ તેમને ઉભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પાટણમાં વધતા કોરોનાને લઇને વેપારીઓએ આજે સ્વયંભૂ લોકડાઉન આપ્યું છે જેથી રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન