JEE એડવાન્સ ઃ શહેરના વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાક્ટરની ૩૫મી રેંક - Sandesh
  • Home
  • Newspaper
  • JEE એડવાન્સ ઃ શહેરના વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાક્ટરની ૩૫મી રેંક

JEE એડવાન્સ ઃ શહેરના વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાક્ટરની ૩૫મી રેંક

 | 3:54 am IST

NTA દ્વારા JEE એડવાન્સની એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરાયું

IIT,IIIT, NITમાં પ્રવેશ માટે આજથી જ રજિસ્ટ્રેશન – ચોઈસ ફિલિંગ શરૂ

ા વડોદરા ા

ત્ન ઈ ઈ એડવાન્સની તાંજેતરમાં આયોજીત કરાયેલી એક્ઝામમાં શહેરનો વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાક્ટરે નેશનલ લેવલ ઉપર ૩૫મી રેંક મેળવી હતી. જ્યારે શ્રોય બંસલે ૧૭૪મી તેમજ ઓમ સાધવાનીએ ૨૨૫મી રેંક મેળવી હતી. આ ઉપરાંત આયુષ દાસગુપ્તા નેશનલ લેવલ ઉપર ૨૪૭મી રેંક મેળવવામા સફળ રહ્યો હતો. શહેરના કિર્તન પટેલે ૩૭૨મી તેમજ મહર્ષિ કદેવાલે ૪૯૦મી રેંક મેળવી હતી. જ્યારે નિત્ય પરીખે ૫૬૬મી રેંક મેળવી હતી. ગ્દ ્ ઈ દ્વારા સતાવાર વેબસાઈટ દ્ધીીટ્વઙ્ઘદૃ.ટ્વષ્ઠ.ૈહ ઉપર આજે આ રીઝલ્ટ જાહેર કરાયું હતુ.

દેશભરની નામનાપ્રાપ્ત અને પ્રતિષ્ઠિત મનાતી ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – ૈંૈં્, નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – ગ્દૈં્ તેમજ ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફોેર્મેશન ટેકનોલોજી – ૈંૈંૈં્માં પ્રવેશ મેળવવા નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા તા. ત્રીજી ઓક્ટોબરના રવિવારે દેશભરના વિવિધ સેન્ટરો ખાતે ત્નઈઈ એડવાન્સની એક્ઝામનુ આયોજન કરવામા આવ્યું હતુ. દેશભરમાંથી આશરે ૧, ૪૧, ૬૯૯ વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે નોંધાયા હતા. તે પૈકી ૪૧૬૯૯ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હતા. દરમિયાન વિદ્યાર્થીએ ત્ન ઈ ઈ એડવાન્સમાં મેળવેલી રેંકના આધારે આવતીકાલ તા. ૧૬મી ઓક્ટોબરથી જ – ર્ત્નજીજીછ – જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ૈંૈં્ -ગ્દૈં્-ૈંૈંૈં્માં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલીંગ માટેની કાર્યવાહીનો પ્રારંભ કરાનાર છે. ત્યાર બાદ તા. ૨૨મી ઓક્ટોબરના રોજ ફર્સ્ટ મોક સીટ એલોકેશન જાહેર કરવામા આવશે. ત્યાર બાદ તા. ૨૪મીના રોજ સેકન્ડ લીસ્ટ જાહેર કરાશે. સીટ એલોકેશન માટેનો ફર્સ્ટ રાઉન્ડ તા. ૨૭મી ઓક્ટોબરથી શરૂ થશે. નોંધનીય છે કે, આ અગાઉ આ વર્ષે પ્રથમવાર રીતે દેશભરમાં ત્નઈઈ મેઈન્સની એક્ઝામ ચાર વાર આયોજીત કરવામા આવી હતી. આ ચાર પૈકી જે ટ્રાયલમાં સૌથી વધુ માર્કસ હતા તે ત્નઈઈ એડવાન્સ માટે ગણતરીમાં લેવાયા હતા.

શહેરના ૩ વિદ્યાર્થીનો ્ર્ંઁ-૫૦ માં સમાવેશ

એલન વડોદરાનાં વિદ્યાર્થી પ્રેરક કોન્ટ્રાકટરે સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં ૩૫ મો રેંક મેળવ્યો છે. અન્ય વિદ્યાર્થી શ્રોય બંસલે ૧૭૪મો તથા ઓમ સાધવાનીએ ૨૨૫ મો રેંક મેળવ્યો છે. આ ત્રણે વિદ્યાર્થીઓ વડોદરામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર આવ્યા છે. વડોદરાનાં કુલ ૩૦ વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં તથા ૨ એસસી કેટેગરીમાં પસંદગી પામ્યા છે .

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;