Jeff Bezos space trip cost $550m per MINUTE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જેફ બેજોસે અંતરિક્ષમાં મુસાફરી માટે દર મિનિટે વાપર્યા રૂ.4000 કરોડ, જાણો કેટલો થયો ખર્ચો

જેફ બેજોસે અંતરિક્ષમાં મુસાફરી માટે દર મિનિટે વાપર્યા રૂ.4000 કરોડ, જાણો કેટલો થયો ખર્ચો

 | 1:24 pm IST
  • Share

અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ અંતરિક્ષમાં પગ મૂકનાર સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. તેમની કંપની Blue Originના New Shepard રોકેટે બેજોસને ત્રણ પેસેન્જર્સની સાથે સ્પેસમાં લોન્ચ કર્યા. અંદાજે 10 મિનિટ ધરતીની બહાર સ્પેસની સરહદમાં વીતાવ્યા બાદ તેમની કેપ્સૂલ ધરતી પર પાછી આવી. આ અનુભવ પોતનામાં જ એક ઐતિહાસિક ક્ષણ હતી તેની કિંમત પરથી ખબર પડશે કે કેમ દુનિયાના અબજોપતિ જ આ પ્રકારનું કારનામું કરી શકે છે.

દર મિનિટે 4000 કરોડ રૂપિયાનો ખર્ચ

ડેલીમેલના એક રિપોર્ટ પ્રમાણે બેજોસની આ 10 મિનિટની મુસાફરીની કિંમત 5.5 અબજ ડોલર એટલે કે કમસે કમ 40 હજાર કરોડ રૂપિયા. આમ દર મિનિટે 4000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ વિમાન પર જેફની સાથે તેમના ભાઇ માર્ક અને એવિએશન એકસપર્ટ વોલી ફંક પણ ગયા હતા. આ સિવાય ચોથી સીટ માટે ટિકિટની હરાજી કરવામાં આવી હતી.

એ વાતને લઇ બેજોસની ખૂબ આલોચના પણ થઇ કે આટલી ટ્રિપ માટે આટલા પૈસા ખર્ચ કરવા યોગ્ય છે. તો બેજોસનું કહેવું છે કે તે આગળ જતાં સ્પેસમાં ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવા માંગે છે જેથી કરીને ધરતીનું પર્યાવરણ ખરાબ ના થાય.

10 કરોડ ડોલરમાં ટિકિટ વેચાઇ

જો કે આ શખ્સે આ ટિકિટને જીતી તેને પોતાનું નામ પાછી લીધી અને 18 વર્ષના ઓલિવર ડેમનના પિતાએ ટિકિટ ખરીદી લીધી. તેની સાથે જ ઓલિવર સ્પેસમાં જનાર સૌથી યુવા શખ્સ બની ગયો. બેજોસે મંગળવારના રોજ કહ્યું હતું કે આવનારી ફ્લાઇટસ માટે પણ 10 કરોડ ડોલરની ટિકિટ પહેલાં જ વેચાય ચૂકી છે. આ વર્ષે Blue Originની બીજી બે કોમર્શિયલ ફ્લાઇટસ જશે.

10 મિનિટની ઉડાન રહી

પહેલી વયકત વ્યક્તિઓને સ્પેસમાં લઇ જઇ રહેસ Blue Originની આ ઉડાન 20 જુલાઇના રોજ સાંજે 6:42 મિનિટ પર લોન્ચ થઇ। રોકેટ તેજીથી ઉપર ગયું જ્યાં સુધી તેનું ઇંધણ વપરાતું રહ્યું. પછી આ કેપ્સુલથી અલગ થઇ ગયું. બુસ્ટર ફરીથી ઉપયોગ માટે ધરતી પર પાછું આવ્યું અને કેપ્સુલે Karman Lineને પાર કરી લીધી. થોડીક મિનિટ ગ્રેવિટિ વગર રહ્યા બાદ એસ્ટ્રોનોટસને લઇ કેપ્સુલ પણ પાછી લેન્ડ થઇ ગઇ.

‘સૌથી સારો દિવસ’
લેન્ડિંગ બાદ કેપ્સૂલની અંદરથી જ બેજોસ એક્સાઇટમેંટથી બૂમો પાડવા લાગ્યા કે આ અવિશ્વસનીય હતું. તેમણે કહ્યું કે હું હેરાન હતો કે ઝીરો ગ્રેવિટી કેટલી સરળ હતી, એકદમ પ્રાકૃતિક. લેન્ડિંગ બાદ જ્યારે તેમણે સ્ટેટસ ચેક કરવાનું હતું તો તેમણે તેને પોતાની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો. કેપ્સૂલથી બહાર નીકળતા જ બેજોસે ગર્લફ્રેન્ડ લોરેનને ગળે લગાવી કિસ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન