JIO ... Airtel ... VI! Who has the most customers, you will be shocked to see the statistics
  • Home
  • Tech
  • JIO…Airtel…VI ! કોની પાસે છે સૌથી વધુ ગ્રાહકો, આંકડા જોઈને ચોંકી જશો

JIO…Airtel…VI ! કોની પાસે છે સૌથી વધુ ગ્રાહકો, આંકડા જોઈને ચોંકી જશો

 | 5:40 pm IST
  • Share

  • ટેલિકોમ ગ્રાહકોને લઈને Traiનો રિપોર્ટ
  • દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની JIOને મોટું નુકસાન
  • કંપનીના 9 કરોડ ગ્રાહકોએ સાથ છોડી દીધો હતો
  • હજુ પણ Jio પાસે સૌથી વધુ 83 મિલિયન ગ્રાહકો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો સપ્ટેમ્બર 2021નો રિપોર્ટ આવી ગયો છે. જે અંતર્ગત દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર મહિનામાં કંપનીના 1.9 કરોડ ગ્રાહકોએ સાથ છોડી દીધો હતો. જો કે તેનાથી જિયોની કમર તૂટી નથી અને હજુ પણ તેની પાસે 424.83 મિલિયન ગ્રાહકો છે.

આ બાજુ જિયોને થયેલા નુકસાનનો ફાયદો ઍરટેલને મળતો દેખાઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ આ સમયગાળામાં ઍરટેલને નવા 0.27 મિલિયન એટલે કે 2.70 લાખ ગ્રાહકો મળ્યાં હતાં. વોડાફોન આઈડિયાની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે અને આ પરિસ્થિતિ સપ્ટેમ્બરમાં પણ ચાલુ રહી હતી અને 1.07 મિલિયન એટલે કે 10 લાખથી વધુ ગ્રાહકોએ Viનો સાથ છોડી દીધો હતો.

હવે વોડાફોન આઈડિયાનો સબ્સક્રાઈબર બેઝ 269.99 મિલિયન એટલે કે 26.99 કરોડ રહી ગયો છે. સામે ઍરટેલેના સબ્સક્રાઈબર્સની સંખ્યા 29.85 ટકાથી વધીને 30.4 ટકાએ પહોંચી ગઈ છે. જ્યારે Vi ના મામલામાં આ આંકડો 22.84 ટકાથી 23.15 ટકા સુધી પહોંચી ગયો છે. જિયોનો માર્કેટ શેર 37.40 ટકાથી વધીને 36.43 ટકા થઈ ગયો છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો