jio happy new year offer users to get unlimited services for 2020 rupees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જિયો લાવ્યું ‘2020 હેપી ન્યૂ યર ઓફર’, રૂ.2020માં નવા ફોન સાથે 1 વર્ષ અનલિમિટેડ

જિયો લાવ્યું ‘2020 હેપી ન્યૂ યર ઓફર’, રૂ.2020માં નવા ફોન સાથે 1 વર્ષ અનલિમિટેડ

 | 8:19 am IST
  • Share

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ પણ અન્ય કંપનીઓની જેમ ડિસેમ્બરના આરંભમાં પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. પણ હવે જિયો કંપની પોતાના ગ્રાહકો માટે લાભની ઓફરો લઇને આવી છે. વર્ષ 2020 આવનાર છે અને તે પહેલા જિયો પોતાના ગ્રાહકો માટે 2020 હેપ્પી ન્યૂ યર ઓફર લઇને આવી છે.

જિયોના ખાસ 2020 હેપ્પી ન્યૂ યર ઑફર્સમાં સબ્સક્રાઇબર્સ 2020 રૂપિયામાં એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસનો લાભ લઇ શકશે. 2020 રૂપિયામાં પેમેન્ટ કરવા પર આ ઑફરમાં યૂઝર્સને એક વર્ષ માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 1.5 GB 4G, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપશે. આ ઑફરની વેલિડિટી 365 દિવસની છે.

જો તમે જિયો ફોન ખરીદવા માંગો છો, તો કંપની આ 2020 હેપ્પી ન્યૂ યર ઑફર તમારા માટે ખાસ ઑફર લઇને આવ્યુ છે. 2020 રૂપિયામાં યૂઝર્સને એક નવો જિયોફોન આપવામાં આવશે અને 12 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ પણ આપવામાં આવશે. જિયોફોન યૂઝર્સ અનલિમિટેડ વૉઇસ કૉલિંગના સિવાય દરરોજ 0.5 GB ડેટા અને SMS આપશે.

તેમજ જિયોની આ લિમિટેડ ટાઇમ માટે લોન્ચ કરવામાં આવી છે અને 24 ડિસેમ્બરથી આ ઑફરના બેનિફિટ્સ કસ્ટમર્સ લઇ શકશે. જોકે રિલાયન્સ જિયોના પ્લાનમાં નૉન જિયો નંબર્સ પર અનલિમિટેડ કૉલિંગ સબ્સ્ક્રાઇબર્સને નહી મળે. રિલાયન્સ જિયોના જિયો પર તો અનલિમિટેડ કૉલિંગ યૂઝર્સને મળતી રહેશે પરંતુ બાકીના નેટવર્ક પર કૉલિંગ માટે FUP લિમિટ આપવામાં આવી છે અને નક્કી મિનિટ્સ 365 દિવસ કૉલિંગ માટે આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ – શું ભાજપ ગુમાવી રહ્યો છે જનાધાર?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન