Jitan Ram Manjhi Comment On MP Scheduled Caste Fake Certificate
  • Home
  • India
  • ‘કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદ નકલી જાતિ પ્રમાણપત્રથી પહોંચ્યા લોકસભા’

‘કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદ નકલી જાતિ પ્રમાણપત્રથી પહોંચ્યા લોકસભા’

 | 5:13 pm IST
  • Share

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી માંઝીનો સંગીન આરોપ
  • કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના સરકારના પ્રયત્નોનું કોઈ પરિણામ નહીં
  • નવનીત રાણાને સુપ્રીમ કોર્ટ તરફથી મળી છે રાહત

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી જીતન રામ માંઝીએ આરોપ લગાવ્યો છે કે, એક કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદો બોગસ જાતિના પ્રમાણપત્રની મદદથી લોકસભા પહોંચ્યા છે. શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ બેઠકો પર આ તમામ બોગસ જાતિનો દાખલો મેળવીને ચૂંટણી લડ્યાં છે. આ મામલે તપાસ થવી જોઈએ.

હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યૂલર)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં માંઝીએ કાશ્મીરમાં અનેક બિહારી સહિત ગરીબ શ્રમજીવીઓની હત્યા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. માંઝીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ જોવા નથી મળ્યું.

પાર્ટી મિટિંગ દરમિયાન સંબોધનમાં માંઝીએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય મંત્રી એસપી બઘેલ અને જયસિદ્ધેશ્વર શિવાચાર્ય મહાસ્વામીજી (ભાજપ સાંસદ), કોંગ્રેસ સાંસદ મહોમ્મદ સાદિક, ટીએમસી સાંસદ અપરૂપા પોદ્દાર અને અપક્ષ સાંસદ નવનીત રાણા શિડ્યુલ કાસ્ટ માટે અનામત બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ નકલી જાતિના પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડ્યા હતા.

જો કે આ સાંસદો તરફથી હજુ સુધી માંઝીના આરોપ પર કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા છે. બઘેલે ભારપૂર્વક જણાવ્યું કે, તેમની જાતિ ઉત્તર પ્રદેશમાં શિડ્યૂલ કાસ્ટ તરીકે નોંધાયેલી છે. જ્યાંથી તેઓ ચૂંટણી જીત્યાં છે.

બીજી તરફ બૉમ્બે હાઈકોર્ટે નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ્દ કરી દીધુ હતું, પરંતુ તેમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી ગઈ. જેમાં જૂનમાં હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો.

માંઝીએ દાવો કર્યો કે, નોકરી તેમજ સ્થાનિક ચૂંટણીમાં દલિતો માટે નિર્ધારિત ક્વોટાના 15 થી 20 ટકા લાભ નકલી પ્રમાણપત્રના આધારે અન્ય લોકો ઉઠવી લે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો