Jitu Vaghani PC On Vibrant Summit and Covid death In Gujarat
  • Home
  • Gandhinagar
  • રાહુલ ગાંધી ખોટા આંકડા આપી જનતાને ગુમરાહ કરે છે: વાઘાણી

રાહુલ ગાંધી ખોટા આંકડા આપી જનતાને ગુમરાહ કરે છે: વાઘાણી

 | 5:22 pm IST
  • Share

  • ગુજરાતમાં ધર્માંતરણ જેવી ઘટના સરકાર સાંખી નહીં લેવાય
  • મંત્રી ગજેન્દ્રસિંહ પર સરકારનું નિવેદન- ‘આક્ષેપ અને હકીકતમાં ફરક’
  • વાઇબ્રન્ટ સમિટથી વધુ ફાયદો થાય તેવા સરકારના પ્રયાસ

ગુજરાતમાં ધીમે-ધીમે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતાં સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોવિડ મૃતકોના સહાય માટે ચૂકવણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તાએ પત્રકાર પરિષદ સંબોધીને તમામ બાબતો પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

વાઇબ્રન્ટ સમિટથી વધુ ફાયદો થાય તેવા સરકારના પ્રયાસ
રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટથી વધુમાં વધુ ફાયદો થાય તેવા સરકારના પ્રયાસ છે. અત્યાર સુધીમાં 19 કંપનીઓ સાથે MoU કરવામાં આવ્યા છે. જેના થકી 37 હજાર જેટલી રોજગારી ઉભી થશે. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આવતીકાલે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શૉ યોજાશે.

રાહુલ ગાંધી પર પલટવાર
કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર કોવિડ મૃતકોના આંકડા છૂપાવવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. આ સિવાય કોરોનાથી મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપવાની માંગણી કરવામાં આવી રહી છે. જેનો ઉત્તર આપતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી 10,090 લોકોના જ મોત નીપજ્યાં છે. રાહુલ ગાંધી ખોટા આંકડા રજૂ કરીને જનતાને ગુમરાહ કરી રહ્યાં છે.

ધર્માંતરણની ઘટના સાંખી નહીં લેવાય
ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં-જ્યાં ધર્માંતરણના કેસો સામે આવ્યા છે, ત્યાં પગલા લેવાયા જ છે. ગુજરાતમાં ધર્માંતરણ જેવી ઘટનાઓ સાંખી નહીં લેવાય. આ માટે ગૃહમંત્રી સલાહ અને સૂચન આપી જ રહ્યાં છે.

આક્ષેપ અને હકીકતમાં ફરક
પ્રાંતિજના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પર અમદાવાદની ભાજપ મહિલા કાર્યકર્તા દ્વારા પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સબંધ બાંધ્યા હોવાના આક્ષેપ પર જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આક્ષેપ અને હકીકતમાં ફરક હોય છે. આરોપ સાબિત થાય તે પછી જ તે હકીકત બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો