Jitu Vaghani Refused to give Answer on Education Department Question
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવી જગ્યાઓની જાહેરાત કરનાર શિક્ષણ મંત્રી જૂના આંકડા ના આપી શક્યા

નવી જગ્યાઓની જાહેરાત કરનાર શિક્ષણ મંત્રી જૂના આંકડા ના આપી શક્યા

 | 7:47 pm IST
  • Share

  • ટેટ ના વિધાર્થીઓ માટે આનંદના સમાચાર
  • 3300 નવી ભરતી ઉભી કરવાની જાહેરાત
  • શિક્ષણ મંત્રીએ ખુદ પોતાના જ વિભાગની વિગતો આપવાનું ટાળ્યું

ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપવા આવેલા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી પૂરી તૈયારી વિના આવ્યા હોય તેમ જણાયું. જીતુ વાઘાણીએ પત્રકારોના અનેક પ્રશ્નોના જવાબો આપવાનું ટાળ્યું હતું.

કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ ટેટની સમયમર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ 3300 જેટલી વધારાની જગ્યાઓ ઉભી કરવાનું પણ જણાવ્યું હતું. સરકારી પ્રવક્તા હોવાની સાથે જ જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે, ત્યારે તેઓ પોતાના જ શિક્ષણ વિભાગની વિગતોથી અજાણ હોય તેવું લાગી રહ્યું હતું.

હકીકતમાં કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિ અમલમાં ના મૂકાય, ત્યાં સુધી ટેટની વેલિડિટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, 3300 જેટલી નવી ભરતીઓ ઉભી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. જો કે શિક્ષણ વિભાગમાં નવી જગ્યાઓની જાહેરાત કરનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જૂના આંકડાની કોઈ વિગત આપી શક્યા નહતા.

આટલું જ નહીં, જ્યારે પત્રકારોએ તત્કાલીન શિક્ષણમંત્રીએ જાહેર કરેલી ભરતી પ્રક્રિયાની કામગીરી ક્યાં પહોંચી? તેવો પ્રશ્ન પૂછતા જીતુ વાઘાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો