Joe Biden Praised India for The First Time Important Statement for Kashmir
  • Home
  • Featured
  • ટ્રમ્પના હરીફને ભારતની તાકાતનો પરચો મળતા ફેરવી તોળ્યું, કાશ્મીર મામલે PAKને આંચકો

ટ્રમ્પના હરીફને ભારતની તાકાતનો પરચો મળતા ફેરવી તોળ્યું, કાશ્મીર મામલે PAKને આંચકો

 | 6:37 pm IST

અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને જમ્મુ-કાશ્મીર મામલે ભારતની ટીકા કરી હતી. બિડેને એક મુસ્લીમ પોલેસી પેપરમાં કહ્યું હતું કે તે અમેરિકી મુસલમાનોનું દુ:ખ સમજે છે અને રાષ્ટપતિ બન્યા બાદ મુસલમાનો વિરૂદ્ધ દુનિયાભરમાં ઘટી રહેલી ઘટનાઓને લઈને પગલા ભરશે.

બિડેનને આ પોલીસી પેપરમાં કાશ્મીર અને એનઆરસીનો ઉલ્લેખ કરતા ભારત સરકારની પણ ટીકા કરી હતી. જેને લઈને ભારત અને અમેરિકામાં વસતા ભારતીયોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો હતો. આખરે કાચુ કપાઈ ગયું હોવાનો અહેસાસ થયા બિનેડે ભારતની તરફેણ કરી હતી અને તેને અમેરિકાનું સ્વાભાવિક સહયોગી ગણાવ્યું હતું.

ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની સામે મેદાનમાં ઉતરનારી ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનને પહેલી વખત ભારત તરફી નિવેદન આપ્યું છે. બિડેનને કહ્યું છે કે, જો હું ચૂંટણીમાં જીત મેળવીશ તો ભારત સાથેના અમેરિકાના સબંધો વધારે મજબૂત થશે. ભારત અમેરિકાનું સાહજીક અને કુદરતી મિત્ર છે. મારા તંત્રની પ્રાથમિકતા ભારત સાથેના સબંધો મજબૂત બનાવવાની હશે.

ભારતને લઈ આપ્યું મહત્વનું નિવેદન

એક કાર્યક્રમમાં તેમને ભારત અને અમેરિકાના સબંધો અંગે બિડેને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભારતને સુરક્ષાના ક્ષેત્રમાં અમેરિકાનું ભાગીદાર બનાવવાની જરૂર છે. ભારત માટે પણ આ ભાગીદારી એટલી જ જરૂરી છે. બિડેને કહ્યું હતું કે, આજથી એક દાયકા પહેલા અમારી જ પાર્ટીએ અમેરિકા અને ભારત વચ્ચે પરમાણુ કરાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેનો મને ગર્વ છે. એ એક મોટો કરાર હતો.

ઓબામાં પ્રશાસને ભારત સાથેની ભાગીદારી વધારી હતી

ઓબામા પ્રશાસને પણ ભારત સાથેની ભાગીદારી વધારે મજબૂત કરવાના અભિયાનને પ્રાથમિકતા આપી હતી. જો હું રાષ્ટ્રપતિ બન્યો તો મારી પણ આ જ પ્રાથમિકતા રહેશે. અમેરિકામાં કોરોના અંગે બિડેને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ટ્રમ્પને આ મુદ્દે શરુઆતથી જ અમે ચેતવણી આપી હતી પણ ટ્રમ્પે તેની અવગણના કરી હતી. ટ્રમ્પ દેશની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.

આ વીડિયો પણ જુઓ : ગુગલની મહત્વની જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન