પ્રકૃતિ સંવર્ધન, પાણી સંગ્રહ અને પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગી પીએમ મોદી દ્વારા 75 અમૃત સરોવરનાં નવનિર્માણનુ આહ્વાન અમૃત સરોવર વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાશ્રી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજવાનો છે. ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. પાણીની સ્થિતિ સુધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 અમૃત સરોવરનાં નવનિર્માણ અને નવિનીકરણનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત ગુજરાતમાંથી ઉગામેડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ કરાયેલા તળાવની સમગ્ર દેશમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી કરીને ઉગામેડી ગામમાં નમુનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે. પ્રકૃતિ સંવર્ધન અને પાણીના સ્ત્રોત તરીકે સિંહફળો આપી શકે તેવા વિરાટ પાણી સંગ્રહ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આ તળાવ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવતા પ્રાકૃતિક વાતાવરણ સાથે રમણીય તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લંબાઇ 515 મીટર, વિસ્તાર 12.74 એકર આ અમૃત સરોવરની લંબાઇ 515 મીટર છે. જ્યારે સરોવરનો વિસ્તાર 12.74 એકર છે. સિંચાઈ યોજનાની વાત કરીએ તો ખાંભડા સિંચાઈ યોજના બરવાળા તાલુકાના ખાંભડા પાસે, ઉતાવળ નદી ઉપર બાંધવામાં આવી છે. આ યોજનાનો કુલ ડુબા વિસ્તાર 29607 હેક્ટર છે. યોજનામાં કુલ-7 વર્ટીકલ લિફ્ટ ગેટ છે. ખાંભડા નિચાઇ યોજના વિસ્તારમાં આવેલા બરવાળા તાલુકાના ખાંભડા, બેલા તથા કુંડળ ગામને મળી રહ્યો છે. લીંબાળી સિંચાઇ યોજના ગઢડા તાલુકાના લીંબાલી ગામ પાસે આવેલી છે. આ યોજના જિલ્લા મથક બોટાદથી 4 કિ.મી. તેમજ તાલુકા મથક ગઢડાથી 15 કિમી. ના અંતરે છે. આ યોજનાના પિયત વિસ્તારમાં ગઢડા તાલુકાનું રામપરા ગામ છે.